સાત વિદ્યાર્થીઓી શરૂ થયેલા ગુરુકુલની આજે ૩૮ શાખાઓ અને દરેક સંસમાં ત્રીસ હજારી વધુ વિદ્યાર્થીઓ સો વટવૃક્ષ બની ગયું
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના સ્થાપક પ.પૂ. ધર્મજીવનદાસજી સ્વામીની અષાઢી બીજના રોજ ૧૧૮ મી જન્મ જયંતિ ગુરુકુલ પરિવાર અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ધાર્મિક આયોજનો કરી હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યાં છે.
૨૦મી સદીના યુગપુરુષ અને સ્વામિનારાયણ સંપ્રદાયનાવિરલ વિભૂતિ સંતવર્ય પ.પૂ. શાસ્ત્રીજી મહારાજનો જન્મ સવંતુ ૧૮૫૭ની અષાઢી-૨ના રોજ અમરેલી જીલ્લાનું નાનકડું એવું તરવડા ગામે માતા ધીરૂબા અને પિતા ભૂરાભાઇ લાખણીને ત્યાં થયો હતો. નામ આપ્યું અરજણ.
અરજણે સદ્દગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય વચન સિદ્ધ બાલમુકુંદદાસજી સ્વામી પાસે સાત વર્ષની નાની ઉંમરે કંઠી ધારણ કરી સવારે પૂજા પાઠ કરવાનો નિયમ લીધો. સ્વામીજીએ આ નાના બાળકને નવ વર્ષની નાની ઉમરે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાની રીત શીખવી. કુશાગ્ર બુદ્ધિ, તેજસ્વી, ચપળ અને હોશિયાર અરજણને નાનપણથી જ સદુગ્રથોમાં રુચિ હતી.નિષ્કુળાનંદ સ્વામી રચિત યમદંડના વાંચન અને વિચારથી માત્ર બાર વર્ષની હૃદયમાં વૈરાગ્યની તીવ્ર ભાવના પ્રગટી અને ઘરબાર છોડી સાધુતાના માર્ગે પ્રયાણ કર્યું. સાધુ થવા છ છ વખત ઘરેથી ભાગી છૂટવામાં સફળ થથયેલા અરજણે માત્ર ૧૪ વર્ષની ઉમરે બાલમુકુંદ સ્વામી પાસે પાર્ષદની દીક્ષા લીધી.
શાસ્ત્રી મહારાજે સાત વર્ષ વડતાલની સંસ્કૃત પાઠશાળામાં રામાનુજ વેદાંતોનો અભ્યાસ કર્યો. વડીલ સંતોને કથાવાર્તા તથા સેવા દ્વારા રાજીપો મેળવ્યો. યુવા અવસ્થામાં જ ૮૦૦ જેટલા કીર્તનો, ૩૦૦૦ જેટલા સંસ્કૃતના શ્લોક, વચનામૃતો, પ્રકરણો, ગીતાજીના ૧૮ અધ્યાયના ૮૦૦ શ્લોક કંઠસ્થ હતા. નાની ઉંમરે ધાર્મિક, સામાજીક પીઢતા, સાધુતા, વિદ્ધતા અને કાર્યકુશળતા, વ્યવહારીક સુઝ જોઈ જુનાગઢ મંદિરના મહંત તરીકે આચાર્ય આનંદપ્રસાદજી મહારાજે નિમણુક કરી. વિકટ સમયમાં પણ જુનાગઢના આગણે ૨૧ દિવસનો અભુતપુર્વ મહોત્સવ કરી સૌના દિલ જીતી લીધા.
મહંત પદેથી નિવૃત્ત થઈ હિમાલયમાં બદ્રિનારાયણ, કેદારનાથ વગેરેની પર(બાવન) દિવસની પદયાત્રા કરી અને ત્યાંથી ગુરુકુલ સંસ્કૃતિને પુન:જીવન કરવાનો વિચાર કર્યો.
સન ૧૯૪૮ ભારતની ઉગતી આઝાદી સાથે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે ફક્ત સાત વિદ્યાર્થીઓથી સ્વામિનારાયણ ગુરુકુલનો શુભારંભ કર્યો. રાજકોટ ગુરુકુલનો પાયો પ.પૂ. જોગી સ્વામીના ગુરુ માનત સ્વામીના કરકમલથી નંખાયો આ દિવસથી લઈ આજ દિવસ સુધી ગુરુકુલની પ્રગતી દિનપ્રતિદિન વધતી રહી છે.
સ્વામીજીના હૈયાતીમાં રાજકોટ, જુનાગઢ અને અમદાવાદ ગુરુકુલની સ્થાપના થઈ. સ્વામીજીના અક્ષરવાસ બાદ આજે દેશવિદેશમાં ગુરુકુલની ૩૮ શાખાઓ કાર્યરત છે. અને તેના મહંત તરીકે ગુરુકુલ રાજકોટના વિદ્યાર્થી શાસ્ત્રીજી મહારાજના અનન્ય શિષ્ય મહંત સદ્ગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામી સેવા આપી રહ્યા છે. આ બધી સંસ્થઓમાં ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે વિદ્યા અને બ્રહ્મવિદ્યાનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. આ બધા વિદ્યાર્થીઓને સંસ્કાર આપવાનું કામ પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીના ૨૫૦ જેટલા સ્ત્રી ધનના સાચા ત્યાગી સંતો કરી રહયાં છે.
શૈક્ષણિક રીતે જોઇએ તો સ્વામી સુંદર ગુરુકુલ બનાવ્યા. રાજકોટ ગુરુકુલનું મકાન આજથી સાંઠ વર્ષ પહેલાં બન્યું છે પણ આજના ફાયર સેફટી, ડીઝાર્ટ મેનેજમેન્ટની દ્રષ્ટિએ ઉત્તમ છે. વિશાળ ચાર ચાર સીડીઓ એની શાખ પૂરે છે. ગુરુકુલ સ્કુલોનું પરિણામ હંમેશાં ૯૫ થી ૧૦૦ ની વચ્ચે જ રહયું છે. આ બધામાં સ્વામીજીની દીર્ધ દ્રષ્ટિના દર્શન થાય છે.
સ્વામીના વારસદાર સગરુ દેવકૃષ્ણદાસજી સ્વામી હંમેશા સ્વામીજીના સગુણોને યાદ કરતાં કહે છે કે આપણાં ગુરુ શાસ્ત્રીજી મહારાજનાં પંચવ્રત પૂરા હતાં. તેમનું જીવન નદીના પ્રવાહના જેમ સદા પરહીતાર્થે વહેતું રહયું છે. વિપત્તિ અને વિરોધોની વાવાઝોડા વચ્ચે પણ સ્વામીની મુમુક્ષુતા, નિયમિતતા સજાગતા, નીડરતા, સાધુતા કરૂણતા, માશિલતા, અનાસકતતા, વિચારશીલતા વ્યવહારીકતા આજ્ઞા અને ઉપાસનામાંથી સૌ સબોધ લેવા જેવો છે.
સ્વામીની ૧૧૮મી જન્મજયંતિ અને અષાઢી બીજના ઉપલક્ષ્યમાં ગુરૂવારે અષાઢી બીજના રોજ સવારના ધુન-ભજન, કીર્તન થશે. ૨૪ કલાકની અખંડ ધુન થશે. સ્વામીજી જ્યાં પોતાનું જીવન વિતાવ્યું હતું. તો આખો દિવસ દર્શન થઈ શકાશે. સમુહ સૌ સ્વામીજીના અગ્નિ સ્થળ સ્થાને(ગુરુકુલ)માં ભજન કરતાં જશે ત્યાં સૌ સ્વામીજીને પુષ્પાંજલી અર્પણ કરશે.બપોરના ચાર વાગ્યે જગ્નનાથજીની રથયાત્રા ગુરુકુલથી નીકળશે જેમાં સ્વામીજીના દર્શન પણ થશે. આ રથયાત્રા સ્વામિનારાયણ ગુરુકુલથી નાગરીક બેંક ચોક, ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, નીલકંઠ સિનેમા, આનંદનગર મેઇન રોડ, રાજકોટ મ્યુ. કોમ્યુનીટી હોલ, પારડી રોડ, ભક્તિ હોલ, સહકાર મેઇન રોડ, ત્રિશુલ ચોક, ગાયત્રીનગર મેઇન રોડ, જલારામ ચોક, ધર્મજીવન મેઇન રોડ થઇ ગુરુકુલ પરત પધારશે. આ પવિત્ર દિવસે ધૂન-ભજન તથા રથયાત્રાનો લાભ લેવા રાજકોટ ગુરુકુલ પરિવાર દ્વારા અનુરોધ છે.