લોકસભા ચૂંટણીમાં મળેલી હારની જવાબદારી લેતા રાહુલે 25મેના રોજ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. રાહુલ ગાંધીએ બુધવારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી. તેમને કહ્યું કે, પાર્ટીએ મોડું કર્યા વિના ઝડપથી નવા અધ્યક્ષ પસંદ કરી લેવા જોઈએ.પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી હજી પણ રાજીનામું આપવાને લઈને મક્કમ છે. સાથે જ તેમણે પાર્ટીને નવા અધ્યક્ષ શોધી લેવાની અપીલ પણ કરી છે. કોંગ્રેસ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે, પાર્ટીના નવા અધ્યક્ષને લઈને નિર્ણય એક સપ્તાહની અંદર થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.