જામ્યુકોએ તળાવની પાળે ખરાબ અને વાસી થઇ ગયેલી ૨૫૦૦ કીલો જેટલી લીચીનો જથ્થો નાશ કરવામાં આવ્યેા હતો. તેમજ અગાઉ પાંચ આસામીઓ સામે નમુના લઇ કાર્યવાહી કરવામાં આવ્યા બાદ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તમામ સામે કુલ રૂા. ૮૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યેા હતો અને અન્ય બે આસામીઓની ચટણીના નમુના ફેઇલ થતા તેની સામે કોર્ટમાં કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જયુડી.માં થયેલ પાંચ કેસમાં રાજશી મશરી ગેાજીયા નામના ફેરીયા પાસેથી મિકસ દુધના નમુના ફેઇલ જતાં રૂા. ૨૦ હજાર, નરોતમ બાબુલાલ ધાવડા શિવડેરી, લુહાર શાહમાં શુધ્ધ ઘીના નમુના બાદ કાર્યવાહી કરતા રૂા. ૨૫ હજારનો દંડ, દતાણી બ્રધર્સ તથા એસ.કે ઇન્ડ. જુનાગઢ, રીફાઇનરી કપાસીયા તેલ વાળાને રૂા. ૨૫ હજાર, ન્યુ જામનગર મુખવાસ પટેલ કોલોની પાન મુખવાસને રૂા. ૧૦ હજાર તથા હર્ષદ ડેરી ગ્રીનસીટી ડાયાભાઇ સુખાભાઇ રાઠોડને રૂા. ૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત ચીફ જયુડી. મેજી. કોર્ટમાં રીતેષગીરી ગોસાઇની ફુટ ચટણી અને પેકીંગમાં ફુટ ચટણી આશરે એક હજાર કીલો ચટણી સીઝ કરવામાં આવી હતી અને નમુના અનસેફ આવતા તેમની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે તથા તળાવની પાળે ખરાબ અને વાસી થઇ ગયેલી ૨૫૦૦ કીલો જેટલી લીચીનો જથ્થો નાશ કરવામાં આવ્યેા હતો.