અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે તા.3 અને 4 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદ મુજબ સૌથી વધુ ઊંઝામાં 66 મીમી, ભાવનગરના વલ્લભીપુરમાં 56 મીમી વરસાદ નોંધાયો હતો.
રાજુલા પંથકમાં ડુંગર, માંડલ, ઉટિયા ખરીનવાગામ, દાતરડી રાભડા સહિતના ગામોમાં જોરદાર ર થી ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો જયારે રાજુલામાં હળવા ભારે ઝાપટાઓ વરસ્યા હતા.
જસદણના આંબરડીમાં સાંજે અડધી કલાકમાં બે ઈંચ વરસાદ વરસી જતા ચોમેર પાણી પાણી થઈ ગયું હતુ. આજુબાજુના નવાગામ સહિના સીમવિસ્તારોમાં છ ગામોમાં અડધાથી એક ઈંચ વરસાદ વરસ્યાના અહેવાલ મળે છે. ઉના અને ગ્રામ્ય વિસ્તારમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ.