નવરાત્રીનું ઘટસ્થાપન સવારે ૬.૦૮ થી ૯.૨૫ સુધી કરાયુ અષાઢ માસની નવરાત્રી ગુપ્ત નવરાત્રી આ નવરાત્રી સ્વાસ્થય માટે અકસીર સાધનાના દિવસો ગણાય છે
શકિતનો સામાન્ય અર્થ જોઈએ તો, નશથ એટલે ઐશ્વર્ય અને નકિતથ એટલે, સામર્થ્ય ચેતનાનું ચાલક બળ એટલે શકિત સામાન્યત આ શકિતના બે પ્રકાર છે. પ્રગટ અને અપ્રગટ સ્થિર અવસ્થામાં તે અપ્રગટ રહે છે. જયારે ગતિમાં પ્રગટ થાય છે. દૂધમાં માખણ છે.પરંતુ એને મેળવવા મંથન કરવું પડે એમ શકિતને ઉઠાવવા, જગાવવા ગતિ અર્પવા અનુષ્ઠાન કરવું પડે યાને મંથન કરવું પડે તો જ માખણ મળે.
આ આદ્યશકિત લીલા વિસ્તાર ત્રણ સ્તરમાં વિસ્તરેલા છે. ઈચ્છા શકિતના રૂપમાં કાલી, ક્રીયા શકિતના રૂપમાં મહાલક્ષ્મી અને જ્ઞાન શકિતના રૂપમાં સરસ્વતી યાને હ્રી શ્રી કલી આ ત્રિવિધ શકિતને ઉત્પન્ન કરનારી મહામાયા એટલે આદ્યશકિત મૈયા દુર્ગા આ દચર્ગતી નાશીની માતા દુર્ગાના નવલા નવરૂપદર્શાવવામાં આવ્યા છે. અને આ નવરૂપશકિતનું પનોતુ પર્વ એટલે નવરાત્રી.
નવરાથત્રી બે શબ્દ મળીને બને નવ સંખ્યા દર્શાવે છે જયારે રાત્રી કાળદર્શન કરાવે છે આ નવ આંક પૂર્ણાક છે નવનાગ, નવગ્રહ, નવ નાથ, નવધા ભકિત અને ચેતન તત્વને ચેતાવંતુ કરાવનાર નવ તત્વો છે. આમ નવનો આંક બહુ મહત્વ પૂર્ણ છે. માનવીની અયોધ્યા રૂપી કાયાનાય નવ દ્વાર છે. અર્થાત નવ ઈન્દ્રિયો છે. મોહવશ એનાપર અજ્ઞાનનું આવણ છવાયેલું છે. અર્થાત નવ ઈન્દ્રીયો છે મોહવશ એનાપર અજ્ઞાનનું આવરણ છવાયેલું છે. તેને સાધના અનુષ્ઠાન દ્વારા એક એક રાત્રીએ દૂર કરવું એજ નવરાઝ સાધના વરસમાં ચાર નવરાત્ર આવે માહ, ચૈત્ર, અષાઢ અને આસો આમાં ચૈત્ર આસો મુખ્ય યાને જાહેર છે. જયારે માહ અને અષાઢના નવરાત્ર ગુપ્ત છે. આ સમય ઋતુઓનામિલન કાળ છે. અને મિલનમાં હંમેશા મધુરપ હોય અધુરપ નહી અને આ મહામાયા માટે માતાથી વધારે કર્યો ભાવ ઉત્પન્ન થઈ શકે. આ ચેતન શકિત જતી રહે તો જીવન જડ થઈ જાય એટલે જ આ મહા સામર્થ્યવાન શકિતને વિહરવા વાહન પણ એવું જ સામર્થ્યવાન જોઈએ એટલે એને સિંહ અને વાઘ ઉપર બિરાજમાન કરવામાં આવી આમ શકિતના સહારે જ સઘળું શકય બને છે એવી દુર્ગંથી નાશીની મૈયા દુર્ગાનું પનોતુ પર્વ એટલે નવરાત્રી અષાઢી નોરતાનું ધાર્મિક નહી પણ આધ્યાત્મિક અદકેરૂ મહત્વ અને મોહમાં છે સ્વાસ્થ્ય માટે પણ અકસિર સાધનાના દિવસો છે. આ દિવસોમાં સાધના યાને નવરાત્ર કરવાથી એકલપ્ય લાભ મળે છે. આ સમય દરમ્યાન શકિતની ભકિત કરી આત્માને અજવાળા .
ૐ હ્રી દું દુર્ગાયે નમ: ૐ દું દુગાયૈ નમ: ગાયત્રી મંત્ર, ૐ હ્રી શ્રી કલી નમ: અથવા પોતાની કુળદેવીના જાપ યા અનુષ્ઠાન કરવાથી અનેરો લાભ મળે છે. અને જીવન ધન્ય બની જાય છે.