સ્માર્ટ ક્લાસનો પ્રારંભ કરાવતા શ્રીમતી અંજલીબેન રૂપાણી: પ્રથમ તબક્કે ૯ શાળાઓને રૂા.૧૫ લાખના ખર્ચે વસાવાયેલા સ્માર્ટ બોર્ડનું વિતરણ: તમામ શાળાઓને મોડેલ સ્કુલ બનાવવા રૂા.૧૦ કરોડથી વધુ ખર્ચનો પ્રોજેક્ટ
રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓને મોડર્ન સ્માર્ટ સ્કુલ બનાવવાની યોજના હેઠળ હાલના તબક્કે ૨૫ પ્રાથમિક શાળાઓને મોડર્ન સ્કુલ તરીકે ડેવલપ કરવાનો પ્રારંભ કરાયો છે, આ પ્રોજેક્ટના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અને રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે શહેરના પૂર્વ ઝોનમાં સ્થિત શાળા નં. ૧૩ ખાતે આજે સ્માર્ટ ક્લાસનો શુભારંભ કરાવાયો હતો.
આ તકે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આપણું રાજકોટ વિશ્વ કક્ષાએ સ્થાન મેળવી રહ્યું છે, ત્યારે દરેક સ્કૂલને સ્માર્ટ બનાવવાનું સ્વપ્ન પણ જોયું છે, મહાનગરપાલિકાએ એ દિશામાં કાર્યરત છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને ઉપરના સ્થાન સુધી લઇ જઈ રહ્યા છે તેમજ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિવિધ યોજના દ્વારા વિદ્યાર્થીઓને આગળ લાવવા પ્રયાસો કરી રહ્યા છે. ન્યુ રાજકોટ ફાઉન્ડેશનના વિક્રમભાઈ સંધાણી રાજકોટના છેવાડાના વિસ્તારમાં પણ બાળકોને જ્ઞાન અને શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કરે છે તે બદલ તેમનો ખુબ ખુબ આભાર અને બાળકોને શિક્ષણ મેળવવા માટે સ્કુલ મોકલાવની ફરજ વાલીઓની હોય છે તે તમામ વાલીઓને અપીલ કરું છું કે બાળકોને નિયમિત શાળાએ મોકલી શિક્ષિત બનાવો.
આજે સવારે ૯:૩૦ વાગ્યે મ્યુનિ. કમિશનરે શાળા નં. ૧૩ ખાતે સ્માર્ટ ક્લાસના શ્રી ગણેશ થયા બાદ જણાવ્યું હતું કે, શહેરના ગરીબ, પછાત અને માધ્યમ વર્ગના પરિવારોના સંતાનો માટે શૈક્ષણિક કાર્યમાં શિક્ષણ સમિતિની મોડેલ સ્કુલ નિર્ણાયક અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આગામી સમયમાં શિક્ષણ સમિતિની અન્ય તમામ પ્રાથમિક શાળાઓને મોડેલ સ્કુલમાં પરિવર્તિત કરવા માટેના આ પ્રોજેક્ટમાં કુલ રૂ. ૧૦ કરોડથી વધુનો ખર્ચ થનાર છે. તાજેતરમાં કોઠારીયા ખાતે સરકારી શાળાનો જે અદભુત પ્રકારે મોડર્ન સ્કુલમાં કાયાકલ્પ કરવામાં આવ્યો છે અદ્લ તેવી જ રીતે શિક્ષણ સમિતિની તમામ પ્રાથમિક શાળાઓને ક્રમશ: મોડેલ સ્કુલ તરીકે ડેવલપ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાની આ યોજના સરકારી શાળાઓને આધુનિક જમાના સાથે કદમ મિલાવવા સક્ષમ બનાવશે અને સમાજને તેનો સીધો ફાયદો થશે.
આજના કાર્યક્રમમાં કુલ ૦૯ શાળાઓમાં સ્માર્ટ બોર્ડ સ્ક્રીનનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં
- વેલનાથ પ્રાથમિક શાળા નં. ૭૧
- જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નં. ૮૯ બી
- પંડિત જવાહરલાલ નહેરુ પ્રાથમિક શાળા નં. ૫૭
- સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા નં. ૧૩
- માં ભગવતી પ્રાથમિક શાળા નં. ૪૩
- ચંદ્રશેખર આઝાદ પ્રાથમિક શાળા નં. ૬૨
- છત્રપતિ શિવાજી પ્રાથમિક શાળા નં. ૬૬
- ડો. હોમી જહાંગીર ભાભા પ્રાથમિક શાળા નં. ૬૮ અને
- શ્રી નાના સાહેબ પેશ્વા પ્રાથમિક શાળા નં. ૩૩ નો સમાવેશ થાય છે.
ડિજિટલ યુગમાં બાળકો સ્માર્ટ બોર્ડના ઉપયોગથી સારી રીતે ભણી શકશે: અંજલીબેન રૂપાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતુ કે રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત શિક્ષણ સમિતિની સરદાર વલ્લભભાઈ પટેલ શાળા નં.૧૩માં સ્માર્ટ કલાસનો શુભારંભ થઈ રહ્યો છે. રાજકોટ નીયો ફાઉન્ડેશન અન એજયેસ્ટીલ દ્વારા આ સ્કુલોને સ્માર્ટ બોર્ડ આપવામા આવે છે. આજે ૯ શાળાને સ્માર્ટ બોર્ડ આપવામા આવ્યા છે. બાળકોને બોર્ડ દ્વારા દ્રશ્ય શ્રવ્ય માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. આજના ડીજીટલ યુગમાં બાળકો સ્માર્ટ બોર્ડ સરી રીતેણી શકશે તે માટે હું રાજકોટ નીયો ફાઉન્ડેશન, કોર્પોરેશનની શિક્ષણ સમિતિ વગેરેને શુભેચ્છા પાઠવું છું.
રાજકોટ સ્માર્ટ બની રહ્યું છે તો શાળાઓ કેમ વંચીત રહે? મ્યુ. કમિ. બંછાનિધિ પાની
અબતક સાથેની વાતચીત દરમિયાન કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતુ કે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા મોડલ સ્કુલ અંતર્ગત સ્માર્ટ કલાસરૂમની વ્યવસ્થા તમામ શાળામાં કરવા માયે શાળા નં.૧૩થી શરૂઆત થઈ રહી છે. સ્માર્ટ કલાસરૂમ એટલે બાળકોને સ્માર્ટ બોર્ડના માધ્યમથી ઈન્યરએકટીવ મીડીયા દ્વારા બાળકો સમજી શકે, જાણી તથા તેઓ રિઅલાઈઝ કરી શકે ઓડીયો વિઝયુલ પધ્ધતિથી બાળકો ભણી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ગણીત, જિયોગ્રાફી, ફિઝીકસ, કેમીસ્ટ્રી વગેરે વિષયોમાં જયાં સુધી આપણે તેને નહી જોઈએ કે સાંભળીએ ત્યાં સુધી તે ફીલ નથી જયારે રાજકોટ શહેર સ્માર્ટ સીટી બની રહ્યું છે. તો શાળાઓ કેમ વંચીત રહે તે માટે તમામ શાળામાં સ્માર્ટ કલાકની વ્યવસ્થા કરવામાં આવશે. બાળકોને ડીજીટલ માધ્યમથી ડીજીટલ બોર્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મને આશા અને વિશ્ર્વાસ છે કે રાજકોટ મહાનગરપાલીકાની તમામ શાળાના બાળકો શિક્ષકો દ્વારા નવા યુગની શરૂઆત થશે.
કોર્પોરેશનની શાળાઓમાં પણ તમામ વિષયો કોમ્પ્યુટર શિક્ષણથી આપવાનો અમારો લક્ષ્યાંક: વિક્રમભાઈ સંઘાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન નિયો રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર વિક્રમભાઈ સંઘાણીએ જણાવ્યું હતુ કે અમારૂ નિઓ રાજકોટ ફાઉન્ડેશન નામનું એન.જી.ઓ છે. અમો એ એવું વિચાર્યું કે કોર્પોરેશનની શાળાઓમાં અંગ્રેજી, ગણીત અને ગુજરાતી વિષયો કોમ્પ્યુટર દ્વારા શિખવી શકાય તો તે માટે અમે આયોજન કર્યું છે. અત્યાર સુધી ૬ શાળામાં ૧૮૦ જેટલા કમ્પ્યુટરો મૂકી એક બાળક દીઠ એક લેપટોપનું આયોજન કર્યું છે. અને આ વર્ષમાં બીજી ૧૭ એમ કુલ ૨૫ શાળામાં આખા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. અમારો ઉદેશ્ય એવો હતો કે આટલુ બધુ સરકારનું ઈન્વેસ્ટમેન્ટ છે. આટલી બધી સરકારી શાળાઓ છે. શિક્ષકો પણ સારા છે. જે વિદ્યાર્થીઓ શાળાએ આવે છે તેમને ખરેખર આગળ વધવાની તકપૂરી પાડવી જોઈએ.
જે પ્રાઈવેટ સ્કુલસમાં ભણી વધારે ઝડપથી આગળ વધતા હોય તેવું માનવામાં આવે છે. પરંતુ ખરેખર મ્યુનિસિપલ શાળાઓ ખૂબજ સારૂ કામ કરે છે. અને જો અમારી જેવી સંસ્થાઓ થોડુ ઘણુ પૂરક કામ કરે તો આ બાળકો ચોકકસ ભવિષ્યના ડોકટર એન્જીનીયર તથા ખૂબ સારા નાગરીકો બને તેવી અમારી ઈચ્છા છે.