નશીલા પર્દાથોનું નેટવર્ક ચાલતું હોવાની જાણ એફબીઆઈને તાં કરાઈ ધરપકડ
ભારતના દુશ્મન નં-૧ અને ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં બેનંબરી ધંધાઓ ચલાવતી ડી-કંપનીના કરતુતો અમેરિકામાં પણ પાપની માયાજાળ ફેલાવીને બેઠી હોવાનો પર્દાફાશ થયો છે. એફબીઆઈનો બાતમીદારોએ ડી-કંપનીનું અમેરિકામાં એક બિલિયન ડોલરનું નશીલા પર્દાનું નેટવર્ક ચાલતું હોવાનું દાઉદના વફાદારની ધરપકડ અને અદાલતમાં થઈ રહેલી સુનાવણી દરમિયાન સોમવારે એફબીઆઈએ ખુલાસો કર્યો હતો.
પાકિસ્તાનના નાગરિક જાબીર મોતીવાલા કે જે સિદ્દીકીની સરનેમ ધરાવે છે તે મની લોન્ડરીંગ, બ્લેક મેઈલીંગ, ધાક ધમકી અને અમેરિકામાં હેરોઈન મંગાવતો હોવાનો આરોપનો સામનો કરી રહ્યો છે. ગયા વર્ષે એફબીઆઈએ અમેરિકાના પેડિંગટનની હિલ્ટન હોટલમાંથી ૫૨ વર્ષની વયના પાકિસ્તાની નાગરિક જાબીર મોતીવાલા સિદ્દિકીને દબોચી લઈને મેટ્રો પોલિટિયન પોલીસ દ્વારા અમેરિકન સરકારના કેદી તરીકે ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ નિરવ મોદીને જે જેલમાં રાખવામાં આવ્યો છે તે વેન્ડસવ જેલમાં પૂરી દેવામાં આવ્યો છે.
સિદ્દિકી સામે ચાલી રહેલી ત્રણ દિવસની સુનાવણીમાં પ્રથમ દિવસે અમેરિકન સરકારના જોન હેરડીએ એફબીઆઈ તપાસમાં ડી-કંપની કે જે પાકિસ્તાન, ભારત અને સાઉદીમાં કાર્યરત છે કે જે મોતીવાલા સો સંકળાયેલી છે અને મોતીવાલા ડી-કંપનીના એજન્ટ તરીકે કામ કરતો હોવાનું જણાવાયું છે. ભારતનો ભાગેડુ અને પાકિસ્તાનના પેડુ તરીકે વર્ષોથી ભાગેડુ જાહેર યેલા દાઉદ ઈબ્રાહીમની ડી-કંપની દાઉદ અને તેનો ભાઈ ૧૯૯૩થી પડદા પાછળ રહીને ચલાવી રહ્યો છે. મોતીવાલા દાઉદ વતી ખંડણીની વસુલાત, દાણચોરી, ધાક ધમકીના તમામ ગોરખધંધાઓ સંભાળી રહ્યો છે અને દાઉદ ના બદલે તે વિવિધ સ્ળોએ મુસાફરી કરીને ડી-કંપનીનું કામકાજ સંભાળી રહ્યો છે. દાઉદ કેટલાક વર્ષથી મુસાફરી કરી શકતો નથી મોતીવાલા કરાંચીમાં રહે છે અને તે અમેરિકામાં દસ વર્ષના વિઝા સાથે રહેતો હોવાનો એફબીઆઈ કોર્ટની રજૂઆતમાં જણાવ્યું હતું. આ કેસમાં પાકિસ્તાનમાં એફબીઆઈ બાતમીદાર અમેરિકન નાગરિકે ડી-કંપની અને મોતીવાલાના સંબંધો અને ૨૦૧૧માં અમેરિકા, પાકિસ્તાનના વહિવટ કર્યાના પુરાવાઓ રજૂ કર્યા હતા. મોતીવાલા દાઉદના હવાલા સંભાળતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મોતીવાલા સામે ૧૦ લાખ ડોલરના કેફી દ્રવ્યોના વહીવટના કેસ કરવામાં આવ્યો છે. મોતીવાલા ડી-કંપનીનો અમેરિકા અને વિશ્ર્વના વિવિધ દેશોમાં કારોબાર ફેલાવ્યો છે. ડી-કંપની હિંસક પ્રવૃત્તિઓ અને પાકિસ્તાન અને ભારતના ધનાઢય ઉદ્યોગપતિ પરિવારોની ધંધાને લગતી મુશ્કેલીઓના સમાધાન અને પ્રોટેકશન માટે પૈસા વસુલે છે. એક કિસ્સામાં ડી-કંપનીએ ૮૦ હજાર ડોલરની ન્યુજર્સીમાં માંગણી કરી હતી અને મોતીવાલાએ આ કેસમાં ૮૦ હજાર ડોલરની ઉઘરાણી પતાવવા માટે ૪૦%ની માંગણી કરી હતી. ડી-કંપની ઉઘરાણીની પતાવટમાં ૫૦%ની રકમ હડપ કરી લેતી હોવાને કોર્ટમાં રજૂઆત થઈ હતી.
સપ્ટેમ્બર ૨૦૧૧માં મોતીવાલાએ અમેરિકામાં મોટી માત્રામાં હેરોઈન મંગાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ૨૦૧૪માં પાકિસ્તાની ન્યુયોર્ક આવતું ૪ કિલો હેરોઈન ટોરેન્ટોમાંથી પકડાયું હતું. આ હેરોઈનની ગુણવત્તા નબળી હોવાથી તે વેંચાય તેમ ન હોવાથી મામલો ભારે ગુંચવાયો હતો. અમેરિકાના સાગરિતે ૧૬ લાખ રૂપિયા મોતીવાલાના બેંકના ખાતામાં ઉઘરાણી પેટે ચુકવ્યા હતા.
અમેરિકાની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં મોતીવાલા, અમેરિકાના બ્રિટનમાં કેવી રીતે દાઉદના કારોબાર ચલાવે છષ તેના પુરાવા સાથે આખુ ચિત્ર કોર્ટને બતાવ્યું હતું. ૨૦૧૮માં મોતીવાલાએ ડિપ્રેશનના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણ વખત તે તેમાં નાકામ રહ્યો હતો. મોતીવાલાને આજીવન કારાવાસની સજા અને માનવ અધિકાર હનનની સજા પડી છે. અમેરિકા સરકાર જાહેરાત કરી છે કે દાઉદ ઈબ્રાહીમ વૈશ્ર્વિક આતંકવાદીઓ અલકાયદા, લશ્કરે તોયબા અને અન્ય આતંકી સંસ્થાઓ સાથે નાણાની હેરફેર અને આતંકવાદીઓને મદદ કરતો હોવાનો સ્પષ્ટ બન્યું છે.
દાઉદ ઈબ્રાહીમે માર્ચ ૧૯૯૩માં મુંબઈમાં યેલા બોમ્બ ધડાકામાં પણ સક્રિય ભુમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. અમેરિકામાં કાયદાના સકંજામાં આવેલા દાઉદનો કાળો કારોબાર સંભાળતો જાબિર મોતીવાલા સિદ્દિકી સામે કોર્ટમાં અસામાજીક પ્રવૃત્તિઓ અને ગુનાહિત કાવતરાનો ઓખો ચિઠ્ઠો કોર્ટ સમક્ષ ખોલી નાખ્યો હતો. દાઉદ જીવે છે કે કેમ તે કોઈ હજુ જાણતું ની પણ તેની પાપની દુનિયાને સિદ્દિકી જેવા લોકો હજુ ચલાવે છે.