ભાજપ-કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરવા અવઢવમાં: મુખ્ય છ રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવાર: પ્રજાને સારા ઉમેદવારની પસંદગી માટે વધુ વિકલ્પ મળશે
જુનાગઢ મનપાની ચૂંટણીના પટધમ વાગી રહ્યા છે. મુખ્ય રાજકીય છ પક્ષો સહીત અપક્ષ ઉમેદવારો ચુંટણીને લઇ તડામાર તૈયારીમાં લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ હજુ પોતાના ઉમેદવારો ના નામની યાદી જાહેર કરી નથી. ત્યારે પણ માં સક્રીય ભૂમિકા ભજવનારા જો ટીકીટ ન મળે તો અપક્ષ લડી લેવા તૈયાર થયા છે. બીજી તરફ પક્ષ કહ્યાનામાં ન હોય તેવા ટીકીટ વાંચ્છુ ઉમેદવારો પક્ષની સુચના ન અનુસરે તો ચારણો મારવાની તૈયારી પણ કરી રહ્યા છે. જો કે બન્ને મુખ્ય રાજકીય પક્ષો ટીકીટ વાચ્છુ ઓનો રોષ ટાળવા અને ઓછું નુકશાન કરે એટલા માટે છેલ્લી ઘડીએ નામ જાહેર કરવાની ફીરાતમાં છે.
આ અંગે વિસ્તૃત અહેવાલ મુજબ જુનાગઢ મનપાની ચુંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચુંટણીને લઇને તડામાર તૈયારીમાં પડયા છે. જો કે મુખ્ય બન્ને પક્ષો ભાજપ અને કોંગ્રેસે તો હજુ પોતાના ઉમેદવારો ના નામ જાહેર કર્યા નથી બન્ને પક્ષો તેલ જુઓ તેલની ધાર જુઓ ની જેમ વર્તી રહ્યા છે. આ વખતની ચુંટણી વધુ રસાકસી વાળી બની રહેશે.
આ ઉપરાંત અપક્ષો તો જુદા જો કે આના કારણે જનતાને સારા ઉમેદવારની પસંદગી કરવાની વધુ તક મળશે. દરમિયાન મનપાની ૨૦૧૯ ની ચુંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટશે તેવું મનાઇ રહ્યું છે. જુનથી ફોર્મ વિતરણ શરુ કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસે ૧ થી ૪ વોર્ડમાં ૧૦ ફોર્મ પ થી ૮ વોર્ડમાં ૧પ ફોર્મ: ૯ થી ૧ર માં ૪ ફોર્મ અને ૧૩ થી ૧પ વોર્ડમાં ૪૬ ફોર્મ મળી કુલ ૭૫ ફોર્મ ઉપડયા છે. જો કે હજુ એક પણ ફોર્મ ભરાયું નથી મનપાની ચુંટણી લડવા ઇચ્છુક વ્યકિત માત્ર પ૦ રૂપિયાની ફી ભરીને ફોર્મ મેળવી શકે છે.
પ્રથમ દિવસે ૭૫ ફોર્મ ઉપડતા રાજકીય તજજ્ઞોને લાગી રહ્યું છે કે હાલ જે થઇ રહ્યું છે તે તંદુરસ્ત લોકશાહી માટે ખુબ જરુરી છે. બે ચાર ઉમેદવારોની પસંદગીમાંથી પ્રજાને પસંદગી માટે ઘણી બધી વખત નિરાશ થવું પડતું હોય છે. વધુ ઉમેદવારોના ઓપ્શન પ્રજા માટે સારા ઉમેદવાર પસંદ કરવાની એક તક હોય છે. રાજકીય પક્ષો કહ્યામાં ન હોય અને ક્ષમતા વગર ચુંટણી લડવા માટે તલપાપડ કાર્યકરોનું થતું કાપવાની ફીરાકમાં છે.