આ ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રવચન, બટુક ભોજન, પાટોત્સવ તથા સંતવાણીનો સમન્વય કાર્યકો અબતકને આંગણે
રાજકોટ જીલ્લા ધેડીયા કોળી સમાજ દ્વારા અષાઢી બીજ ઉત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ધેડીયા કોળી સમાજ ટ્રસ્ટ પારડી શાપર વેરાવળ રાજકોટના તમામ જ્ઞાતિબંધુઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. આ તકે ધેડીયા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ માવદીયા હસુાઇ તેમલ મંત્રી બાલસ હરસુખભાઇ એ અબતકની મુલાકાત લીધી.
અષાઢી બીજ નીમીતે યોજનાર આ કાર્યક્રમમાં રામદેવજી મહારાજના સામૈયા પારદર્શન અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે પ્રાસંગીક પ્રવચન અને મહાપ્રસાદ ગોકુલ હોટલ, રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પારડી ઓવરબીજ પાસે રાખવામાં આવેલ છે.
અષાઢી બીજના આ ઉત્સવમાં મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓને જોડાવવા માટે અનુરોધ કરાયો છે.
પાટોત્સવના મંગલ અવસરોમાં ૪ જુલાઇએ બપોરે ૩.૩૦ વાગ્યે રામદેવ મહારાજના સામૈયા, ૪.૩૦ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રવચન ૫.૩૦ કલાકે બટુક ભોજન, ૬.૩૦ થી ૮.૩૦ દરમિયાન મહાપ્રસાદ અને સાંજે ૧૦.૩૦ કલાકથી પાટોત્સવ અને સંતવાણી નો કાર્યક્રમ યોજાશે. સંતવાણી કાર્યક્રમમાં સમાજના નામી અનામી ભજનીક કલાકારો પોતાના મધુર કંઠે સંતવાણી રજુ કરશે.