પશ્મિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો બિઘાનચંદ્ર રોંયના જન્મ ૧ જુલાઇ, ૧૮૮૨ના રોજ થયો હતો. કલકત્તામાંથી તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડો. રોંયે લંડનમાંથી એમ.આર.સી.પીં અને એફ.આર.સી.એસની ડિગ્રી મેળવી હતી. ૧૯૧૧માં તેઓ ભારત પાછા ફર્યા અને ફિઝીશીયન તરીકે ભારતમાં જ તેમની પ્રેકટીસ ળરૂ કરી, ત્યારબાદ તેઓ કોલકત્તા મેડિકલ કોલેજ અને ક્રેમ્યેબલ મેડિકલ સ્કૂલમાં જોડાયા. તેઓ ખૂબ જ જાણીતા ફિઝીશીયન અને શિક્ષણવિદ્ હતા મહાત્મા ગાંધીની સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા. ડો. રોય ઇન્ડિયન નેશનલ ર્કોગ્રેસનું નેતાપદ પણ શોભાવ્યુ હતું. ડોક્ટર તરીકે તેમણે દેશના નાગરિકોની નિ:સ્વાર્થ સેવા કરી અભૂતપૂર્વ લોકચાહના મેળવી હતી. ૧ જુલાઇ ૧૯૬૨માં ડો. રોયના દુ:ખદ નિઘન બાદ તેમને ભારતના સર્વોચ્ચ નાગસ્કિ સન્માન ભારતરત્નથી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.