‘અબતક’ ન્યુઝના માધ્યમ દ્વારા ઈન્ટરનેશનલ ડોકટર ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરના કેટલાક ડોકટરોની મુલાકાત લીધી હતી. જેમાના ડોકટર જેવા કે ડો.હિરેનભાઈ ભલાણી સો વાતચીત કરી હતી. જેમાં તેમણે ડોકટર કોને કહેવાય તેના વિશે વ્યાખ્યા કરતા કહ્યું હતું કે, સાવ નજીકના ર્અમાં કહું તો ડોકટર એક મિત્ર કહેવાય જે પેશન્ટના મિત્ર તરીકે પેશ આવે તો પોતાની મુશ્કેલીઓ સારી રીતે શેર કરી શકે. તેમજ તેમના શરીરમાં તી તકલીફોનું સારી રીતે રજૂઆત કરે તો ડોકટર પણ તેની સંભાળ સારી રીતે લઈ શકે.
કોઈની આર્થિક પરિસ્થિતી નબળી હોય તો તે આસાનીથી કહી શકે તો ડોકટર તેની બનતી મહેનત કરી હેલ્પ કરી શકે. ડોકટર ભગવાન તો નથી પરંતુ ભગવાન જેટલી આશા લઈને પેશન્ટ જ્યારે ડોકટર પાસે આવે છે ત્યારે ડોકટરની ફરજો વધી જતી હોય છે. ડોકટરનું જીવન ઈમરજન્સીથી ભરેલું હોય છે જ્યારે ઈમરજન્સી હોય છે ત્યારે ડોકટરે પરિવાર, પ્રસંગ કે સામાજિક દાયિત્વ કરતાં એક જિંદગી બચાવવી એ જ જરૂરી હોય છે. પરંતુ આ સમયે પરિવાર પણ સાથ આપે તો જ ડોકટર સારી રીતે સેવાઓ આપી શકે. ડોકટર શબ્દ જેટલો સહેલો છે તેટલો જ અઘરો છે. કેમ કે ડોકટર બનવામાં મહેનતની સાથે સાથે પૈસા પણ એટલા જ જરૂરી બની જતાં હોય છે ત્યારે બન્ને બાબતે એક સરખુ ચાલો ત્યારે ડોકટર બની શકાય છે. ડોકટર એ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ જો કોઈ કેસ સંજોગો વશાત્ સિરિયસ હોય તો ઘણા બધા જે ડોકટરને યમરાજ પણ સમજવામાં પાછી પાની નથી કરતાં પરંતુ તે માટે શું આપણે સમાજની સેવા છોડી નથી દેવાની પરંતુ જરીયાતમંદને જરૂરી મદદ કરી શકાય છે.