‘અબતક’ દ્વારા તા.૧ જુલાઈના રોજ ઈન્ટરનેશનલ ડોકટર ડેની ઉજવણીના ભાગરૂપે કેટલાક ડોકટરો સાથે વાત કરી હતી તેમાંના સુરત શહેરના જાણીતા ડોકટર પાર્થિવ પટેલ સાથે મુલાકાત કરી હતી. ડો.પાર્થિવ પટેલ એમ.ડી.ની ડિગ્રી ધરાવે છે. તેઓએ ડોકટરની વ્યાખ્યા કરતા કરતા કહ્યું હતું કે, એક ડોકટર કેવો હોવા જોઈએ કે જેનો કોઈ આદર્શ હોય જેમનામાં સારા ડોકટરને ફોલોપ કરવાના વિચારો હોય તેમજ તમામ નવી શોધો જે મેડિકલને રીલેટેડ હોય તેના ડે ટ રહેતો હોવો જોઈએ. જ્યારે ઈમરજન્સીની વાત કરવામાં આવે ત્યારે ઈમરજન્સી વખતે પ્રસંગ, પરિવાર કે, સમાજના અન્ય કારણોથી દૂર રહીને માત્ર પેશન્ટને સારવાર આપવાનો વિચાર જ મનમાં હોય છે.
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે ડોકટર બનવામાં તમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડયો ત્યારે તેમણે કહેયું હતું કે, પહેલા તો સરકારી કોલેજમાં જ એડમિશન મળતું હતું. આ એડમિશન કેટલું મોંઘુ છે તે માટે સહન કરવું નથી પડયું કારણ કે મેં જ્યારે ડોકટરમાં એડમિશન લીધું ત્યારે આટલી કોમ્પીટીશન કે આટલી ફી ભરીને લેવાનો ટ્રેન્ડ પણ ન હતો ને કોઈની તૈયારી પણ નહીં મારા વખતે તો એડમિશન ? લેનારા પૈસા ભરીને લેતા તો લોકો એવું પણ કહેતા કે આ કેવા ડોકટર બને જેને ટકાવારી પણ ની ને સરકાર પણ એડમિશન નથી આપતી પણ હા મને ભણાવવામાં મારા પિતાજીએ થોડો કમાવા માટે મહેનત કરવી પડી હતી. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે ‘અબતક’ ન્યુઝના માધ્યમથી જો કોઈને સંદેશો આપવો હોય તો શું આપશો ત્યારે ડો.પાર્થિવ પટેલે કહ્યું હતું કે, આટલી દુનિયા આગળ વધી ગઈ વિજ્ઞાન આગળ વધી ગયું છે છતાં પણ વળગાડ, ડામ દેવા તા કમળો થાય ત્યારે લાકડાના ટૂકડાની માળા બાંધવી આ બધી અંધશ્રધ્ધા ન રાખવી જોઈએ જ્યારે આજે નવી નવી શોધો દ્વારા નવી દવાઓ પણ આવી છે. જેમાં માનસિક સ્થિતિ પણ સુધરી શકાય.