કેશોદ શહેરમાં બાળકોની હોસ્પિટલ એટલે મધુરમ બાળકોની હોસ્પિટલ સીધુ જ લોકમુખે નામ આવે અને માનવતાવાદી અને સેવા કરવાના ધ્યેયથી ડોકટરી વ્યવસાય પસંદ કરનાર ડો.સંદીપ કીરીયા બાળકોના વાલીઓમાં જબ્બર લોકચાહના ધરાવે છે. નાના-નાના ભુલકાં હજુ કાલીઘેલી ભાષામાં પણ બોલી શકતાં ન હોય ત્યારે બાળકોના મા-બાપની માહિતી મુજબ તપાસતાની સાથે દર્દ પારખીને સારવાર આપવી એ ઈશ્ર્વરીય શક્તિ હોય તો જ શકય બને છે.  અત્યારના ફાસ્ટ ફૂડના સમયનો સ્વાદરસીયા મા-બાપ બહાર હોટલોનું ખાણી-પીણીની લારીઓમાં જાપટતા હોય છે તેની સીધી અસર બાળકની તંદુરસ્તી ઉપર પડતી હોય છે તેમજ બાળપણમાં શાળાએ જવાનું શરૂ તથા શિક્ષકો અને નવા-નવા ચહેરાઓ વચ્ચે બાળક જતાં બિમારીનો ભોગ બનતો હોય છે. આવી સ્થિતિમાં મા-બાપની ચિંતા દૂર કરવા સાચી સલાહ અને માર્ગદર્શન આપીને સારવારની સાથે સલાહ આપી દુ:ખની રેખાઓ દૂર કરી ખુશી લાવી આપતા ડો.સંદીપ કથીરીયા પોતાની મધુરમ હોસ્પિટલમાં છેલ્લા દશેક વર્ષથી કાર્યરત છે અને વિવિધ મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લઈને સમયની સાથે તાલ મીલાવી આધુનિકતા સાથે કદમ મિલાવી રહ્યાં છે. મધુરમ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સાધનોને કારણે બાળકોના વાલીઓને દૂર દોડધામ કરવી પડતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.