ડો. ધારા ધમસાણીયા અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે તે હોમિયોપેથીક ડોકટર છે. અને તેમના કલીનીકનું નામ ‘મન હોમીયોપેથીક’ છે. તે કહે છે કે હોમીયોપેથીકમાં કરિયર સારી રીતે બનાવી શકાય અને તેમાં કોઈ જ પ્રકારની આડ અસર થતી નથી તેથી તેમણે આ કરીયર પસંદ કર્યું છે. તેમની દીનચર્યા વિશે વાત કરતા તેઓ જણાવે છે કે સવારે ૯ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધીનો સમય તે કલીનીકમાં જ હોય છે. અને તેઓની દર્દીને તપાસવાની જે પધ્ધતિ હોય છે તે લાંબી હોય છે ઓછામાં ઓછી અડધાથી પોણો કલાક એક દર્દી માટે લાગે છે.
મેડીકલ સાયન્સમાં અપડેટ આવે છઉ તેના માટે મહિનામાં એકવાર અથવાતો દર ૧૫ દિવસે સીએમઈ અરેન્જ થતી હોય . એટલે કે ક્ધટીન્યુઅસ મેડીકલ એજયુકેશન કહેવામાં આવે છે તેના દ્વારા જે નવા નવા રોચર્સ અને નવા અપડેટ વિશેની માહિતી આપવામાં આવતી હોય છે તે રેગ્યુલર સેમીનાર થતા રહે છે દર્દી દ્વારા ડોકટરનું સન્માન જળવાય તે જરૂરી છે. ૧ જુલાઈ ડોકડર્સ ડે નિમિતે ડો. ધારા ધમસાણ્યા અબતકના દર્શક મીત્રોને સંદેશો આપતા જણાવે છે કે આપણી લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરી યોગા અને મેડીટેશન જેવી બધી વસ્તુને જીવનમાં લાવી અને ખાસ તો હાલનું જે ફાસ્ટ ફૂડ અને જંકફૂડ છે તે બની શકે તો ખોરાકમાં ઓછુ લેવું અને સાત્વક ખોરાક લેવા જે નિરામય સ્વાસ્થ્ય માટે જરૂરી છે.