રોડ-રસ્તા અને પુલ સહીતના ઇન્કસ્ટ્ર્રકચર માટે કામગીરી તેજ બનાવી

એશિયામાં ચીનના ભરડાના રોકવા ભારત દ્વારા પારોઢના ભગલા લેવાનું શરૂ કરાયું છે જેના ભાગરૂપે મ્યાનમારમાં ભારત માળખાગત સુવિધાઓનો વિકાસ કરવા જઇ રહ્યું છે. આ કામગીરી જેમ બને તેમ ઝડપથી થાય તેવી ઇચ્છા સરકારની છે. મ્યાનમારના પલેત્વામાં ભારત દ્વારા સીત્વે ટાવર અને ઇનલેન્ડ વોટર ટર્મિનલનું નિર્માણ કરવામાં આવ્યું છે.  આ ઉપરાંત મીઝોરમની બોર્ડર નજીક મ્યાનમારમાં રોડ-રસ્તાનું નિર્માણ કરવાની કામગીરી પણ પૂર્વતાના આરે છે. આ ઉપરાંત ૬૯ પુલનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં ભારત દ્વારા અગાઉ અનેક પ્રોજેકટો સ્થાપવામાં આવ્યા છે. મ્યાનમારામાં ચીન ઘણાં સમયથી પોતાનું હીત જોઇને ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરે છે. ભારતે પણ ચીનની પાછળ પાછળ મ્યાનમારમાં પોતાની હાજરી પુરાવી છે હાલ એશિયામાં પ્રભુત્વ સ્થાપવા ભારત અને ચીન વચ્ચે હોડ જામી છે. જેમાં ચીન કયાંય આગળ નીકળી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.