૧૯૮૪ બેચનાં આઈપીએસ અધિકારીઓને મોટા હોદા પર કર્યા આરૂઢ
ભારત દેશનાં વહિવટી ઈતિહાસમાં એવા જુજ સંજોગો બનતા હશે કે જેમાં આઈપીએસ અધિકારીઓને વહિવટી પાંખમાં સમાવવામાં આવ્યા હોય અને તે અધિકારીઓને ઉચ્ચ હોદા ઉપર પણ બેસાડવામાં આવ્યા હોય. હાલ ૧૯૮૪ બેચનાં આઈપીએસ અધિકારીઓનાં ભાગ્યમાં રાજયોગ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઈન્ટેલીજન્સ બ્યુરો રો જેવી સુરક્ષા એજન્સીઓમાં ટોચનાં સ્થાને ૧૯૮૪ બેચનાં અધિકારીઓ આરૂઢ છે. આ ઉપરાંત એનઆઈએ, બીએસએએફ, સીઆઈએસએફ, આઈટીબીટી, એનએસજી, બ્યુરો ઓફ સિવિલ એવીએશન સિકયોરીટીમાં ૧૯૮૪ બેચનાં અધિકારીઓ હાલ પોતાની મહત્વપૂર્ણ ફરજ બજાવી રહ્યા છે. જયારે આ બેચના આઈપીએસ અધિકારીઓ તેમની જવાબદારી ડીજીપી તરીકે અથવા તો ડીજીપી સમકક્ષ જેવી જવાબદારીઓ સંભાળે છે.
આસામ, મેઘાલય કેડરનાં અધિકારીઓ મોદીનાં ગુડ બુકમાં હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે આ નસીબવંતા અધિકારીઓનાં પ્રમોશન અને બઢતી હજુ પણ ચાલુ છે ત્યારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯૮૪ બેચનાં પંજાબ કેડરનાં અધિકારી સામત ગોયલને રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંગનાં મુખ્ય અને તેમની જ બેંચનાં આસામ, મેઘાલય કેડરનાં અરવિંદકુમારને ડાયરેકટર તરીકે કિ-પોસ્ટ પર મુકવામાં આવ્યા છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, ૧૯૮૪ બેચનાં આઈપીએસ અધિકારીઓનો રાજયોગ અને કારકિર્દીનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે. એનઆઈએનાં ડાયરેકટર જનરલ કે પછી એનએસજીનાં ડી.જી. તરીકે તેલંગણા કેડરનાં અધિકારીને કિ-પોસ્ટ પર બેસાડવામાં આવ્યા છે. ૩ માસમાં આજ બેંચનાં અધિકારીને ટોચના સુકાની તરીકે તક મળી છે જેમાં બિહાર કેડરનાં આઈપીએસ અધિકારી રાજેશ રંજનને ગત એપ્રિલ માસમાં બીઆઈએસએફનાં ડાયરેકટર તરીકે મુકવામાં આવ્યા હતા ત્યારબાદ ગણતરીનાં જ પાંચ મહિના પછી ઉતરપ્રદેશ કેડરનાં અધિકારી રંજનીકાંત મિશ્રાને બીએસએફનાં મુખ્ય વડા તરીકે નિમણુક આપવામાં આવી હતી.
જયારે હરિયાણા કેડરનાં અધિકારી એસ.એસ.દેવલને ઈન્ડોટીબેટીયન બોર્ડર પોલીસનાં ચીફ તરીકે મુકવામાં આવ્યા હતા ત્યારે કહી શકાય કે નરેન્દ્ર મોદીને સિવિલ સર્વિસનાં આઈએએસ કે આઈઆરએસ અધિકારીઓ કરતાં આઈપીએસ અધિકારીઓ પર વધુ વિશ્ર્વાસ છે જેથી હાલ જે વહિવટી પાંખોમાં ફેરબદલ અને ૧૯૮૪ બેંચનાં અધિકરીઓને જે ઉચ્ચ હોદો આપવામાં આવી રહ્યા છે ત્યારે તેમનાં માટે તે એક રાજયોગ સમાન દિવસો આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.