૧૮ થી ૬૫ વર્ષની તંદુરસ્ત વ્યકિત બ્લડ ડોનેટ કરી શકશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે તા.૩૦.૬ને રવિવારના રોજ જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ એવમ રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક એન્ડ રીસર્ચ સેન્ટરના સહકારથી ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરવામાં આવેલ છે. ગાદીપતી પૂ. ગિરીશચંદ્રજી મ.સા સ્મૃતિ ઉપલક્ષ તા.૩૦.૬ને રવિવારના સવારે ૮.૩૦ થી ૨.૦૦ કલાકે ગૂરૂ ઋણથી મુકત થવા માટે શેઠ ઉપાશ્રય સ્થા. જૈન સંઘ, પ્રસંગ હોલની બાજુમાં, ૧૫૦ ફૂટ રીંગરોડ, રાજકોટ ખાતે જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવેલ છે. આ કેમ્પમાં ૧૮ થી ૬૫ વર્ષના કોઈપણ વ્યકિત કે જેનું વજન ૪૫ કિ.ગ્રા. કે તેથી વધારે હોય તે, જે વ્યકિતનું હીમોગ્લોબીન ૧૨.૫ ગ્રામ કે તેથી વધારે હોય તે, બ્લડ ડોનેશન કરનાર વ્યકિતને બ્લડ પ્રેશર કે ડાયાબીટીશની બીમારી ન હોય તેજ લોકો બ્લડ ડોનેટ કરી શકશે.
ડોનેશન કરેલ બ્લડમાં હેપીટાઈટીઝ બી, હેપીટાઈટીઝ સી, એચ.આઈ.વી. તથા અન્ય રોગોની તપાસ થતી હોય છે. જેથી તે બ્લડ ડોનેટ કરનાર વ્યકિતનું હેલ્થ ચેપઅપ થઈ જાય છે, બ્લડ ડોનેશનથી રોગ પ્રતિકારક શકિત વધે છે. બ્લડ ડોનેશન કરવાથી શરીરમાં બ્લડ ઘટ આવે છે. તે શરીર નવું લોહી બનાવે છે. જેથી હેલ્થ સારી રહે છે.
બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ એકટીવ મેમ્બરો, હેમલભાઈ મહેતા, પ્રદીપભાઈ રમણીકલાલ ગોસલીયા, ઋષભભાઈ ચંદ્રકાંતભાઈ શેઠ, જે.કામદાર વિગેરનો સહયોગ મળેલ છે. ચંદ્રકાંતભાઈ શેઠ તથા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન મુજબ જૈન પ્રોગ્રેસીવ ગ્રુપના ૩૦ સક્રિય સેવાભાવી કાર્યકર્તાઓએ એક માસ ઉપરાંત મહેનત કરીને ગૂરૂનું ઋણ અદા કરવા અથાગ પુરુષાર્થ કરેલ છે. વ્યવસ્થાના ભાગરૂપે તથા વિવિધ માહિતી માટે મો. ૯૮૨૫૦ ૩૨૫૪૨ તથા ૯૯૨૫૦ ૧૧૩૨૭ ઉપર સંપર્ક કરવો વધુમાં વધુ લોકો રકતદાન કરે તે માટે આયોજકો જગદીશભાઈ ગોસલીયા, હસુભાઈ શાહ, વિજયભાઈ આશરા, ભાવીનભાઈ ઉદાણી, જતીનભાઈ કોઠારી, પ્રતીકભાઈ મોદીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.