અક્ષરમાર્ગ શિલ્પા લાઇફસ્ટાઇલના શોરૂમ પર ચમક અને બેનમૂન કારીગરીનો અદ્વિતીય સંગમ: રાજસ્થાન રાજપુતાના કલેકશનમાં વૈવિઘ્યપૂર્ણ આકર્ષક ડિઝાઇન દ્વારા અતિ મોહક અલંકારો રજુ કરાયા
શિલ્પા લાઇફસ્ટાઇલ રાજસ્થાની રાજપૂતાના પરંપરાની પ્રાચીન કલાને આધુનિકતાનો સ્પર્શ આપ્યો છે. આ વારસો ઊંડા, મજબૂત પારંપારીક મૂલ્યો વડે જળવાઇ રહ્યો છે. શિલ્પા લાઇફસ્ટાઇલની માન્યતા છે કે જ્વેલરી વર્સેટાઇલ હોવી જોઇએ અને પ્રસંગ કોઇપણ હોય તેની અગ્રણી રેન્જ દ્વારા તમારા મૂડ અને પસંદગી મુજબ ભવ્ય જ્વેલરીનું સર્જન કરે છે. જે તમને અચૂક આશ્ર્ચર્યચકીત કરી દેશે. ચમક અને બેનમૂન કલાકારીગરીનું અદ્વીતિય સંગમ રાજસ્થાની રાજપૂતાના કલેકશનમાં વૈવિધ્યપૂર્ણ આકર્ષક ડિઝાઇન્સ દ્વારા અતિ મોહક અલંકારો રજુ કરાયા છે.
શિલ્પા લાઇફસ્ટાઇલ જ્વેલરી ક્રાફ્ટમેનશીપની ખાસિયત એ છે કે તેની ક્ધટેમ્પરરી સીગનેચર સ્ટાઇલ એ જ્વેલરી સાથેનો લગાવ અને ભારતીય સંસ્કૃતિની ઊંડાણપૂર્વકની સમજ દર્શાવે છે. જે રાજસ્થાની રાજપૂતાના કલેક્શન દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ છે. એક નારી તેના પરંપરાગત દબદબાને કઇ રીતે દર્શાવી શકે? કોઇપણ રાજસ્થાની નવવધુને આ સવાલ કરશો તો તેનો ઉમંગભર્યો જવાબ તમને મળી જશે. હા, અમારો કહેવાનો મતલબ છે રાજસ્થાની જ્વેલરી ડિઝાઇન્સ એટલે કે પગથી મસ્તક સુધી અલંકારો ધારણ કરવા!
રાજસ્થાની, મારવાડી કે રાજપૂત નવવધુની પ્રથમ પસંદ હંમેશા મોટે ભાગે એક સમાન હોય છે-કુંદન, ઠેવા અથવા જેવી કે રેખા, શ્રીદેવી, વિદ્યા બાલન, ઐશ્ર્વર્યા રાય અને માધુરી દિક્ષિતે રાજસ્થાની રાજપુતાના ઓર્નામેન્ટ્સ, રેડ કાર્પેટ ઇવેન્ટ્સ અને ફિલ્મોમાં અવારનવાર ધારણ કર્યા છે જે પણ તેની વધતી જતી લોકપ્રિયતાનું એક કારણ છે. જ્યારે પણ તમે કલ્ચર કે હેરીટેજની વાત કરો છો ત્યારે રાજસ્થાન અને રાજસ્થાની જ્વેલરી પેટર્ન્સનો વિચાર સૌ પ્રથમ આવે છે. આ રાજા-મહારાજાઓની ભુમિ છે, જ્યાં મહેલો, કિલ્લાઓ, હસ્તકલાઓ, ઠાઠમાઠભર્યા ભોજન અને દબદબાભર્યા પોશાકોની સુંદરતા જોડાયેલી છે. કંઇ પણ કહો, રાજસ્થાની રાજપુતાના ઓર્નામેન્ટ્સના ચાર્મ અને ભવ્યતાની તોલે કંઇ પણ ન આવી શકે. એ સિવાય સુંદર દેખાતી પોંચીઓ અને હાથ ફુલડા જે રાજપૂતાના નવવધુના હાથની આંગળીઓની સુંદરતામાં વધારો કરે છે અને મહેંદી ડિઝાઇન્સ સાથે શોભી ઉઠે છે. આ સીઝનમાં રાજસ્થાની જ્વેલરી ડિઝાઇન આપને રોયલ ક્વિન બનાવી દેશે. ભવ્ય મોર, હાથી, ઘોડાઓ અને ઝરોખાઓ જે રાજસ્થાની સંસ્કૃતિના વિવિધ પાસાઓ છે. તેની દરેક જ્વેલરી પોતાની કહાની રજુ કરે છે. અદમ્ય ઉત્સાહ અને છટાઓને રજુ કરતી આ ડિઝાઇન્સ આજની નારીને એક અલગ ઓળખ આપે છે.
ભારત એ સમૃધ્ધ અને વિવિધતાસભર સંસ્કૃતિઓનો દેશ છે. શિલ્પા લાઇફસ્ટાઇલ આ ભવ્ય અને વૈવિધ્યસભર ભારતીય પરંપરાને જુદા-જુદા પ્રદેશોની વિશિષ્ટ જ્વેલરી દ્વારા જીવંત રાખે છે અને આ સંસ્કૃતિનો સમગ્ર દેશના લોકોને સંદેશ પહોંચાડી પરીચય કરાવે છે.
શિલ્પા લાઇફ સ્ટાઇલ દ્વારા અક્ષર માર્ગ, રાજકોટ શો-રૂમ પર જ્વેલરીનું ભવ્ય રાજસ્થાની રાજપૂતાના કલેકશન. ટ્રેડીશનલ જ્વેલરીને મળ્યો નવો લુક. મહારાજાઓ અને મહારાણીઓની ભૂમિ રાજસ્થાનની કલાત્મક પરંપરાના ભવ્ય ચાર્મને ક્ધટેમ્પરરી અને અપીલીંગ બન્ને ફ્રેશ સ્ટાઇલમાં શોભાયમાન થવા પધારો. તા.૧૩ થી ૧૭ જૂન સવારના ૧૦:૩૦ થી સાંજના ૭:૩૦ દરમિયાન મુલાકાત લેવાની તક ચુકશો નહીં.
રાજસ્થાની રાજપૂતાની જ્વેલરી પેટર્ન્સ
કુંદન વર્ક: એ છે વિખ્યાત રાજપુતાના પેટર્ન્સ માંહેની એક પેટર્ન. કુંદન વર્ક એ જ્વેલરી આર્ટ છે જેમાં જેમ્સ અને જેમ્સનું સોના અને ચાંદીમાં નકશીકામ થાય છે. આ રાજપૂતાના જ્વેલરી પેટર્ન્સ બનાવતી વખતે સુવર્ણકારો જેમ્સ લગાડવા માટે છિદ્રો રાખે છે અને પછી તેને લાખ વડે ભરી દે છે. સ્થાનિક રાજસ્થાની શબ્દ કુંદન જ્વેલરી એટલે સોનું કે જે લાખ અને જેમસ્ટોન્સ વચ્ચેનું પરફેક્ટ જોડાણ બતાવે છે.
મિનાકારી વર્ક: આ રાજસ્થાની સુવર્ણકારોની એક વધુ વિશિષ્ટ કલા છે જેમાં ધાતુને ચમકતા રંગો વડે સુશોભિત કરવામાં આવે છે અને સોના કે ચાંદીમાં સ્ટોન્સ અને સ્ટોન્સનું જડતર કરવામાં આવે છે.
ઠેવા વર્ક: કાચ પર સુવર્ણમાં જ્વેલરી ડિઝાઇન્સની રચના એ ઠેવા વર્કની વિશેષતા છે. આ રાજપૂતાના જ્વેલરી પેટર્ન્સ ઠેવા પેન્ડેન્ટસ પ્રદર્શિત કરે છે. જે દુનિયાભરમાં તેની ડિઝાઇન્સ, કારીગરી અને ચમકતા રંગો માટે લોકપ્રિય છે.
રાજસ્થાની રાજપૂતાના ઓર્નામેન્ટસના માસ્ટર પીસ
રાખડી:આ ઘંટ આકારનો અલંકાર છે. જે નવવધુ તેના કપાળ પર પહેરે છે. તે મસ્તક પર ધારણ કરવામાં આવે છે જેને મારવાડી વધુ માંગ ટીક્કા કહે છે.
કુંદન ભુટ્ટી:આ લાંબા અને જાડા કુંદન ઇયરીંગ્સ છે જે નવવધુના ગળાને સ્પર્શે છે. નક્શીકામ અને કિંમતી રત્નો તેને અદ્ભૂત દેખાવ આપે છે.
ચોકર અને રાણી હાર:રાજપૂત વધુના ગળાની શોભા વધારતું ચોકર કિંમતી રત્નોથી જડાયેલું હોય છે. રાણી હાર એ રાજસ્થાની રાજપૂતાના જ્વેલરી ડિઝાઇન્સની એક વધુ સુંદર કૃતિ છે. જે લાંબો હોય છે અને નાભિ સુધી પહોંચે છે. રાણી હાર એ રજવાડી ઠાઠનું પ્રતિક છે. જે સોના અને અનકટ ડાયમંડ્સ સાથે વિશિષ્ટ જોવા મળે આવે છે. આ એક બેજોડ પરંપરાગત રાજસ્થાની જ્વેલરી છે.
નથણી:રાજસ્થાની વધુ નથણી વિના અધુરી અને સાધારણ લાગશે. સોનાની રીંગથી બનેલ નથણીમાં થોડા પારાઓ હોય છે જે તેને ક્લાસી અને છટાદાર બનાવે છે.
બાજુબંધ અને ચુડા:આ ક્લાસીક રાજસ્થાની રાજપૂતાના ઓર્નામેન્ટ્સ છે જે રાજપૂત અને મારવાડી વધુઓ ધારણ કરે છે. બાજુબંધ હાથની બાજુઓ પર પહેરવામાં આવે છે. જે સોનામાં કરેલી સુંદર પેટર્નથી અલગ તરી આવે છે. જ્યારે ચુડા એ બેંગલ્સનો સેટ હોય છે. જે સોના કે હાથીદાંતથી બનેલો હોય છે અને સેોભાગ્યનું પ્રતિક ગણાય છે.
કમરબંધ અને વીંછીયા:શું નવવધુની કમર અને પગના અંગુઠા ઓર્નામેન્ટ વગરના હોઇ શકે? કયારેય નહીં. કમરબંધ અને વીંછીયા રાજસ્થાની રાજપૂતાના ઓર્નામેન્ટ્સનો અનિવાર્ય હિસ્સો છે. કમરબંધ એ કમર પર પહેરવા માટેની પરંપરાગત રાજસ્થાની જ્વેલરી છે. જયારે વીંછીયા એ પગનાં અંગૂઠામાં પહેરવાની ખાસ રાજપૂતાના જ્વેલરી પેટર્ન છે.