કારખાનાની ઓરડીમાં રહી મજુરી કરતો શખ્સ ઓરીસ્સાથી લાવ્યાની શંકા
ડ્રગ્સ અને દારૂના વેચાણ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ કરાયેલી તાકીદના પગલે રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ બાદ રાજકોટ ગ્રામ્યના શાપર ખાતે પોલીસે ગાંજા અંગે દરોડો પાડી દોઢ કિલો ગાંજા સાથે પરપ્રાંતિય શખ્સની ધરપકડ કરી છે.
શાપર-વેરાવળ ખાતે આવેલા રામદેવનગરમાં પરફેકટ રોલર કારખાનાની ઓરડીમા રહેતા ઓરીસ્સાના વતની કબીન્દ્ર રૂષિનાથ મહાપાત્ર નામના પરપ્રાંતિય શખ્સ ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. પલ્લાચાર્ય, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ચાવડા, રણજીતભાઇ ધાધલ અને સંજયભાઇ નીરંજની સહિતના સ્ટાફે દરોડો પાડી રૂથા.૧૧,૧૦૦ની કિંમતનો દોઢ કિલો ગાંજા સાથે ધરપકડ કરી છે.
ગાંજો કયાંથી લાવ્યો અને શાપરમાં કંઇ રીતે વેચાણ કરતો તે અંગેની વિશેષ પૂછપરછ માટે કબીન્દ્ર રૂષિનાથ મહાપાત્રને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.