કાલાવડના કોઠા ભાડુકિયા ગામમાં એક ખેડૂતે કુવો રિચાર્જ કરવાની આધુનિક ટેકનીક શિખવી છે. તેઓ વરસાદ દરમિયાન જે પાણી ખેતરમાં ભરાઈ તે કુવામાં ઠાલવે છે. જેથી પાણીના તળ ઊંચા આવે અને આ પાણીની મદદથી તેઓ આખુ વર્ષ ઈરીગેશન સિસ્ટમથી પાણીનો ઉપયોગ કરી પાક મેળવે છે. હાલ પંકજભાઈની વાડીએ જે કુવો છે તે ૧૩૫ ફુટનો છે. જેમાં ૬-૭ પાણીના ભુંગળા મુકવામાં આવ્યા છે.

જેના દ્વારા હાલ કુવો ભરવામાં આવી રહ્યો છે. હાલ આ કુવો ૧૦ ફુટ જેટલો જ ભરાવાનો બાકી છે. આમ જો આગામી સમયમાં વરસાદ ન પણ થાય તો પણ પંકજભાઈ આ ઈરીગેશન સિસ્ટમની મદદથી ખેતરમાં પાક લઈ શકે છે. પંકજભાઈનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.