શ્વાસ લેવામાં તકલીફ, અન્નનળી – સ્વર પેટીના રોગો, કાનની બહેરાશ સહિતના તમામ રોગોનું નિદાન કરાશે
સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની હોસ્પિટલોમાની એક એવી ડો.ઠક્કરની દાંત તથા કાન-નાક-ગાળાની અદ્યતન સર્જીકલ હોસ્પીટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટર, ૧૨ વર્ષ પુરા કરી ૧૩ માં વર્ષ માં પ્રવેશ કરી રહી છે ત્યારે૧ જુલાઈ ના રોજ રાહત દરે દાત તથા કાન,નાક,ગળા નો નિદાન અને સારવાર કેમ્પ.વિદ્યાનગર મેઇન રોડ,૨૦૨-લાઇફ લાઇન, બીજે માળે, રાજકોટ ખાતે રાખવા માં આવેલ છેઠક્કર હોસ્પિટલ ખાતે કાન નાક ગળા ના સર્જન ડો. હિમાંશુ ઠક્કર કે જેઓ ૧૭ વર્ષ થી પણ વધારે સમય થી રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે.તેઓ આ કેમ્પ માં સેવા અપશે.તેઓ આ તબક્કે સર્વે દર્દીઓનો આભાર માને છે કે દર્દીઓએ તેમના પર અખૂટ વિશ્વાવાસ મૂક્યો અને હોસ્પિટલ હાલમાં પ્રગતિના નવા નવા શિખરો સર કરી રહી છે.જે દર્દી ઓ ને નાક માં શ્વાસ લેવા માં તકલીફ પડતી હોય,કાયમી માથું દુખવું,કાયમી શરદી રહેવી,નાક માંથી પાણી પડવું,તેમના માટે સાયનસ એન્ડોસ્કોપ અને કેમેરા દ્વારા જૂની શરદી, સાયનસ, તથા નાકના મસાનું,નાક ની ત્રાસી હડકી વિ નું નિદાન તથા તેનું નાકવાટે દૂરબીનથી ટાંકા વગરનું ઓપરેશન. જે દર્દીઓ ને ઘોઘરો અવાજ ,ખોરાક ઉતારવા માં તકલીફ, સ્વરપેટી ઉપર ના મસા, વારંવાર ગળા નો દુખાવો,મો તથા ગળા ના કેન્સર વિ નું વિડિયો એન્ડોસ્કોપ ગળા નું દૂરબીન દ્વારા ગળું, અન્નનળી, શ્વાસનળી તથા સ્વરપેટીના રોગો ની તપાસ અને સારવાર. જે દર્દી ઓ ને કાન માંથી વારંવાર રસી નીકળતા હોય , કાન ના પડદા ના કાણાં, કાન ની હડકી નો સડો,કાનની બહેરાશનું(ઑડિયોમેટ્રી), ચક્કર ,કાન ના તમરા વિ. નું નિદાન. તથા કાન નું ચેકા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવશે અને દર્દીને માત્ર સવારથી સાંજ સુધી જ હોસ્પિટલમાં રોકાણ અને ખૂબ જ ઝડપી રિકવરી મળે છે.નાકસૂર-આંખમાંથી સતત પાણી નીકળતું હોય તેનું નાકવાટે દૂરબીનથી ટાંકા વગરનું ઓપરેશન. નાકમાંથી નીકળતા લોહીની કાયમી સારવાર.વ્યસન થી બંધ થઈ ગયેલ મો ની સારવાર.ગળાની ગાઠ જેવીકે થાઈરોઈડ, કેન્સર, વિ નું નિદાન તથાસારવાર.એલર્જી ના ચિન્હો જેવા કે નાક માંથી સતત પાણી પડવું,ખુબ છીકો આવવી.નાક માં અને આંખ માં ખજવાળ આવવી વિ ની સારવાર.ડો. ઠક્કરના અનેક આર્ટિકલો મેડિકલ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કક્ષાની જરનલોમાં પ્રસિદ્ધ થયેલ છે.ખાસ કરીને નાના બાળકોની શ્વાસનળી કે અન્નનળીમાં ફસાયેલ કોઈપણ વસ્તુ દૂરબીન વડે તાત્કાલિક અને સલામત રીતે કાઢી આપવામાં ખૂબ જ નામના મેળવી ચૂકેલા ડો. હિમાંશુ ઠક્કરે અસંખ્ય જટિલ અને COMPLICATED એવા અનેક ઓપરેશનોની આખી એક સિરીઝ છે કે જેમાં માત્ર ૬-મહિનાના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ સ્ક્રૂ, ૧૧ મહિનાના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ સ્પ્રિંગ, ૨ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ કેપેસીટર, ૧ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ લોખંડની ટાંકણી દૂરબીન વડે કાઢી આપી.એક બાળક ની શ્વાસનળી માં ૭ વર્ષ થી ફસાયેલ પ્લાસ્ટિક ની સિસોટી દૂરબીન વડે કાઢી આપી.
ડો. હિમાંશુ ઠક્કરને આઈ.એમ.એ. ડો. સી. એસ. ઠાકર નેશનલ ઍવોર્ડ અને પ્રાઈડ ઓફ સૌરાષ્ટ્રનો એવોર્ડ પણ મળેલ છે.લોહાણા મહાપરીષદ દ્વારા તેમને ઇન્ટરનેશનલ બેસ્ટ રઘુવંશી વ્યવસાયિક પ્રતિભા અવોર્ડ એનાયત થયેલ છે. ડો. હિમાંશુ ઠક્કર ઇંડિયન મેડિકલ અસોશિએશન રાજકોટના ભુતપૂર્વ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે.ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ ઈઅન્ટી સોસાયટી ઓફ રાજકોટ,હાલમાં તેઓ લોહાણા મહાજન રાજકોટ ના મંત્રી છે.તેમની સાથે ડો. મિસીસ કૃપા એચ. ઠક્કર આ હોસ્પીટલમાં દાંતના સર્જન છે કે જેઓ છેલ્લા ૧૬ વર્ષથી પણ વધારે સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને દાંતના અનેક રોગોની સારવારમાં તેમની માસ્ટરી છે જેવી કે ડાપણ દાઢ જેવી કે વાંકી, ત્રાંસી, એકદમ આડી જડબામાં ફસાયેલી વી. તેઓ ગણતરીની મિનિટોમાં જ કાઢી આપે છે આ ઉપરાંત સિંગલ સિટિંગ રુટ કેનાલ ટ્રીટમેન્ટ,દાંતના મૂડીયાની સારવાર તથા બાળકોમાં સડી ગયેલા દાંતની સારવારમાં તેઓની માસ્ટરી છે તે ઉપરાંત ફિક્સ દાંત, બત્રીસી, સિરામિક દાંત, દાંતની સુંદરતા વધારવા માટે ટુથ વ્હાઇટનિંગ તથા પેઢાના પાયોરિયાની સારવાર આધુનિક સાધનો વડે કરી આપવામાં આવે છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટ કે જેમાં જડબામાં સ્ક્રૂ નાખી ફિક્સ દાંત તથા જેના પર ચોકઠાં પણ બેસાડવામાં આવે છે તે સારવાર કરી આપવા માં આવે છે.નાના બાળકો ની દાત ની સારવાર પણ કરી આપવા માં આવશે.આ તબક્કે દાંત તથા કાન-નાક-ગાળાના રોગો માટે રાહત દરે નિદાન તથા ખૂબ જ રાહત દરે જરૂરિયાત મંદ દર્દીઓ માટે કાન-નાક-ગાળાના ઓપરેશનો તથા દાંતની સારવાર રાહત દરે કરી આપવામાં આવશે..આ તબક્કે દાંત તથા કાન-નાક-ગાળાના રોગો માટે રાહત દરે નિદાન તથા ખૂબ જ રાહત દરે જરૂરિયાત મંદ દર્દીઓ માટે કાન-નાક-ગાળાના ઓપરેશનો તથા દાંતની સારવાર રાહત દરે કરી આપવામાં આવશે.કેમ્પનો સમય :- તા. ૦૧-૦૭-૨૦૧૮ સોમવાર સવારે ૧૦ થી ૧ સુધી અને સાંજે ૪ થી ૬ સુધી. અગાઉંથી નામ નોંધાવવું જરૂરી. કેમ્પનું સ્થળ :- ડો. ઠક્કરની દાંત તથા કાન-નાક-ગાળાની હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, ૨૦૨-લાઇનલાઇન બિલ્ડીંગ, બીજે માળે, રાજકોટ. ફો. ૦૨૮૧-૨૪૮૩૪૩૪. મો ૯૧૦૬૧૧૯૦૩૮ પર સંપર્ક કરવો.