આવકવેરા વિભાગ, જીએસટી વિભાગ, બેંક અધિકારીઓ જવેલર્સ, રોટેરીયન, હોટેલ સ્ટાફ, શિક્ષકો વગેરે જોડાયા
છેલ્લા ઘણા સમયથી યોગનો પ્રચાર પ્રસર કરી રહેલા પ્રોજેકટ લાઈફ અને લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે શહેરમાં એક સાથે ૧૬ સ્થળે યોગાભ્યાસના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અને લગભગ ૨ હજારથી વધુ લોકોએ એક સાથે યોગાસનો કરીને આ દિવસની ઉજવણી કરી હત. આ કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓ, શિક્ષકો, બેંક અધિકારીઓ, જવેલર્સ, રોટેરીયનો વગેરે જોડાયા હતા.
લાઈફ વેલનેસ સેન્ટર દ્વારા લાઈફ બિલ્ડીંગ ખાતે આવકવેરાના અધિકારીઓ માટે યોગા કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં ચીફ કમિશ્નર દેબાશીશ ચૌધરી સહિતના અધિકારીઓ જોડાયા હતા. આ સિવાય બેંક ઓફ બરોડાના જીએમ સંજીવ ડોભાલ, રિજિયોનલ મેનેજર સંજય ગુપ્તા જી.એસ.ટી. વિભાગના એડીશ્નલ કમિશ્નર આર.કે.ચંદન, એસ.આરપીના કમાન્ડન્ટ એ.આર. ગોઢાણીયા, એ.એન. બારડ, એસ.એન. ગોહિલ, પ્રોજેકટ લાઈફના જોઈન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી મીતલ કોટિચા, શાહ એલઆઈસીનાં ડિવિઝનલ મેનેજર જે.કે. અરોરા, માર્કેટીંગ મેનેજર કે.ડી.બારાઈ યુનિયન બેંકના ડે. રિજિયોનલ હેડ પી.એન. ચૌધરી, સરકારી એન્જી કોલેજના પ્રિન્સીપાલ ડો. સી.એચ. વિઠલાણી, મંજૂબેન ખૂટી, સન ફલેવર સ્કુલના પ્રિન્સીપાલ પ્રાણતિ મિત્રા સરોવર પોર્ટિકો હોટલના નીરવ ગધેર, બાપ્સ સ્વામિનારાયણ મંદિરના પૂ. કોઠારી સ્વામી અપૂર્વ મૂનિ સ્વામી. વૃજેશ બાવાની હવેલીના અમીબેન ધોળકીયા રહેવાર હાઈસ્કુલના રઘુવીર રહેવાર, ન્યુ. એરા સ્કુલના ધીરેનભાઈ આચાર્ય અર્પિત ઈન્ટરનેશનલ સ્કૂલના કિશોર મુંગડા વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
લાઈફ બિલ્ડીંગ ઉપરાંત વિવિધ સ્થળોએ એક સાથે સવારે યોગના કાર્યક્રમ યોજીને લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરે અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. પ્રોજેકટ લાઈફના નિષ્ણાંત યોગ ટીચરોએ લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતુ અને મન તથા શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત યોગાભ્યાસ કરવા અનુરોધ પણ કર્યો હતો.