આખા વિશ્વમાં નશાખોરીનુ પ્રમાંણ ખુબ વધતુ જાય છે,ખાસ કરી યુવાનોને આની ઝપેટમાં ધડપથી આવે છે. આજ કારણ સર વિશ્વમાં ઇન્ટરનેશન ડ્રગ્સ અગેઇન્સ ડે દર વર્ષ મનાવવામાં આવે છે જેથી જુદા જુદા કાર્યક્રમો દ્વારા યુવાઓને વ્યસન ન કરવા ચેતવી શકાય.
આજે વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસને લઇને યુવાનોમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતા આવે તે માટે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર ડ્રિસ્ટ્રિક્ટ કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર દ્વારા હેડક્વાર્ટરથી લઇને પોરબંદરની ચોપાટી સુધી યોજાયેલ રેલીને કોસ્ટગાર્ડ ડીઆઇજી દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું.