પાર્લામેન્ટથી લઇ દિલ્હી સુધી ભાજપા સત્તામાં છે, ગૌરવનો હક્કદાર કાર્યકર્તા છે : ડી.કે.સખીયા
રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા તા.૨૩ જુન ડો.શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ ૨૫ જુન ભારત દેશની લોકશાહીનો કાળો દિવસ એટલે કોંગ્રેસ દ્વારા પ્રજા ઉપર નાખેલી કટોકટી અંતર્ગત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આ કાર્યક્રમમાં બોટાદના પ્રભારી અમોહભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તથા રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડિ.કે.સખીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, મહામંત્રી ભાનુભાઈ મેતા, સંગઠન પર્વના ઇન્ચાર્જ દિલીપભાઈ ગાંધી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
આ તકે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયાએ ઉપસ્થિત સર્વે ભાજપાના આગેવાનો તથા કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો જેમાં જીલ્લાના કાર્યકર્તાઓએ રાજકોટ-પોરબંદર સીટમાં તમામ ભાજપાના કાર્યકર્તાઓએ બુથ લેવલ સુધી સુંદર કામગીરી કરી જેને કારણે બંને સીટ ઉપર જ્વલંત વિજય થયો તે વિજય ખરા અર્થમાં કાર્યકર્તાઓની મહેનતનો વિજય છે. તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમનું સંચાલન જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતાએ કર્યું હતુ. આ કાર્યક્રમના મુખ્ય વક્તા બોટાદના પ્રભારી અમોહભાઈ શાહએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પી બાદમાં જણાવ્યું હતું કે,સમાજ અથવા સંસ્થા તેના પૂર્વજોને પારખતો નથી તેના પરાક્રમ ઉપર અભિમાન નથી તે સમાજ કે સંસ્થા કાળક્રમે લુપ્ત થઇ જાય છે. ભાજપા પ્રતિવર્ષ સંઘર્ષ કરેલ તમામ આપણા કાર્યકર્તાઓને યાદ કરીને તેમના જીવન-કવનને વાગોળીએ છીએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરીને એક ચોક્કસ વિચારધારા સાથે રાષ્ટ્રવાદના નારા સાથે પ્રજાના પ્રાણ પ્રશ્નોને લઇ પ્રજાને ન્યાય આપવા સંઘર્ષ કર્યો જયારે જવાહરલાલ નહેરુએ પોતાની સ્વાર્થી વૃતિને કારણે ભારત-પાકિસ્તાનના ભાગલા કર્યા ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જીએ તેમનો વિરોધ કરી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ કરીને રાષ્ટ્રને અંધારામાં ધકેલી દેવાનું કામ કર્યું છે. કાશ્મીરમાં પરમીટ પ્રથાનો વિરોધ કર્યો, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે તેઓએ નારો આપ્યો. ભારતમાં બે વિધાન-બે નિશાન-બે પ્રધાન નહિ ચલેગા અને દેશભરમાં આંદોલન કરીને મોટું જનઆંદોલન કર્યું અને તેઓએ કાશ્મીરમાં પરમીટ પ્રથાનો વિરોધ કરવા કાશ્મીરમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો અને તેઓની ધરપકડ કરી કાળકોટડીમાં બંદી બનાવી દીધા અને કોંગ્રેસએ ૨૩,જુનએ સીધું ડીકલેર કર્યું ડો.શ્યામાપ્રસાદજીનું નિધન થયું. કોંગ્રેસના કાળા કરતૂતોની આજ સુધી જાંચ કરવામાં આવી નથી કે કેવી રીતે મૃત્યુ થયું. ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને પાર્ટી તેમના જીવનના સંઘર્ષને યાદ કરે છે. ભારતમાં અનેક રાષ્ટ્રભક્તોના બલિદાનો પછી દેશ આઝાદ થયો છે. ત્યારે ઇન્દિરા ગાંધીએ પોતાની સ્વાર્થીવૃતિ માટે થઇ બંધારણને તાળા મારી પ્રજા ઉપર કટોકટી લાદીને અનેક રાષ્ટ્રભક્તોને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. પ્રજાએ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ચુકાદો આપ્યો જનતા મોરચાની સરકાર બની. આજે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટ્રીથી લઇ દિલ્હી સુધી ભાજપા સતામાં છે. જેના ગૌરવનો હક્કદાર કાર્યકર્તા છે. પ્રજાએ આપણા ઉપર મુકેલો વિશ્વાસ ઉપર ખરો ઉતર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને કારણે પ્રજાએ આપણને બીજીવાર શાસનધુરા આપી છે. આપણી વિચારધારાને તેમજ આપણે કરેલા વિકાસકાર્યોને પ્રજા સુધી લઇ જવા આહવાન કર્યું હતું.
પ્રભારી પ્રકાશભાઈ સોનીએ આગામી કાર્યક્રમોની માહિતી આપતા કહ્યું હતું કે, તા.૬,જુલાઈ ધમાકેદાર સભ્ય નોંધણી લોન્ચીંગ, તા.૩૦/૬ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાત તા.૭ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ દિવસ, તા.૧૫/૮ સુધી વૃક્ષારોપણ, ગુરુપૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમીના કાર્યક્રમો બુથ લેવલ સુધી કાર્યક્રમો કરવા.
આ પ્રસંગે રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાએ ઉદબોધન કરતા જણાવ્યું કે, ભારત દેશને સુવર્ણયુગ તરફ લઇ જવો એ જ ભાજપાનું સ્વપ્ન છે.