અસહય ઉકળાટમાં લોકો પરસેવે રેબઝેબ
ખંભાળિયા પંથકમાં વીજ ધાંધીયાએ ગ્રહણ ટાંણે સાપ જેવી સ્થિતિ નિર્માણ કરી છે. અવિરત બની ગયેલા વીજ ધાંધીયા બાદ પણ ઈન્કવાયરી નંબરનો ફોનનો કયારેય પણ સંપર્ક ન થવાથી ગરમીનાં વાતાવરણમાં વધુ અકળામણ થાય છે.
મળતા અહેવાલો પ્રમાણે આ પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો નથી કે એકાદ રાઉન્ડ પછી કયારેય ભારે પવન ફુંકાયો નથી ત્યાંજ વીજ ધાંધીયાનું પ્રમાણ પ્રતિદિન વધતુ જાય છે. ખંભાળિયાનાં શહેરી વિસ્તારનાં એકમાત્ર ફિડર મોટાભાગે કાર્યરત હોય છે. આ સિવાયનાં લગભગ તમામ ફિડરો ફોલ્ટમાં ચાલે છે. ઉપરાંત નબળી ગુણવતાનાં ઉપકરણો વારંવાર સળગી જવાથી કલ્પના બહાર વીજ ધાંધીયા સર્જાય છે.
અહિંનાં વાડી વિસ્તારો તથા ગામડાઓમાં તો દિવસ દરમ્યાન કયારેક જ વીજ પ્રકાશે છે બાકી મોટાભાગનાં સમયે અકળામણ સાથે અંધકારમય વાતાવરણ સર્જાય છે. છેલ્લા છ માસથી સ્થિતિ પ્રતિદિન વધુ ખરાબ થવાથી વીજ ધાંધીયાએ હદ વટાવી છે. આ કારણથી અમેના વડમાં ફિડર સાથે સંકળાયેલા આઠેક ગામડાઓનાં ખેડુતો દ્વારા વડમાં ફિડર સામે ટિફિન લઈ અચોકકસ મુદતનાં મુકામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.આ બાબતે મુંઝવણની વાત એ છે કે વીજ પ્રવાહ કયારે પૂર્વરત થશે તે જાણવા કે કોઈ નાનાં-મોટા અકસ્માત સર્જાય તો જાણ કરવા પીજીવીસીએલનાં ઈન્કવાયરી નંબર ૨૩૪૭૯૪નો સંપર્ક કરવામાં આવે છે ત્યારે મોટાભાગે ફોન રિસિવર અઘ્ધર કરી દેવામાં આવતા સેંકડો ગ્રાહકોને નિરાશા સાપડે છે. આ સ્થિતિનાં કારણે લોકોએ વિજ પ્રવાહ ખોરવાયા પણ માત્રને માત્ર ભગવાન ભરોષે સમય પ્રસાર કરવો પડે છે.