હેડ કવાર્ટરના બાંધકામની સાઈટ સંભાળતા સુપરવાઈઝરે છ સુરક્ષાકર્મી સામે નોંધાવી ફરિયાદ
મૃતકની ઓળખ મળ્યા બાદ હત્યા શા માટે કરી તે અંગેની વિગત બહાર આવશે
મોરબીના મકનસર નજીક નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટર નજીક થયેલ એક યુવાનની હત્યાના બનાવમાં સાઈડ સુપર વાયઝરે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતાં જ એક પોલીસકર્મી અને પાંચ જીઆરડી મળી કુલ છ ઈસમોએ હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જેમાં બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબીમાં ગઈકાલે સાંજે મોરબી તાલુકાના મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટર માં કામ કરતા મજૂરની ઓરડી પાછળ થી ૨૫ થી ૨૭ વર્ષના યુવકનો મૃતદેહ પડ્યો હોવાની મોરબી તાલુકા પોલીસને સાઈડ સુપરવાઈઝર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જેને પગલે મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી,મોરબી તાલુકાના નવનિયુક્ત પીએસઆઇ એમ.વી.પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંત પહોંચી ગયો હતો અને સમગ્ર બનાવની હકીકત જાણવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી મોરબીના નવનિર્મિત પોલીસ હેડક્વાર્ટરના કોન્ટ્રાક્ટ રાખનાર ભુજ ની શ્રી શક્તિ ક્ધસ્ટ્રકશન સાઈડ પર ના સુપરવાયઝર રાકેશ છોટાલાલ રાઠોડ મૂળ ન્યુ તલવાણા તા.માંડવી જી.કચ્છ વાળા એ પોલીસમથકે ફરિયાદ નોધવી હતી.
એક પોલીસકર્મી અને પાંચ જીઆરડી જવાનો વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં સુપરવાઈઝર દ્વારા જણાવાયું છે કે તા.૨૪ બપોરે સાડા અગયારેક વાગ્યે રાફાળેશ્વર જીઆઇડીસી માં આવેલ એન્ટિક સિરાંમીકમાંથી કેમિકલ લઈને પરત આવતો હતો એ દરમ્યાન પોલીસ હેડકવાટરની સાઈડ પર ફરજ બજાવતા અને અમારી સાઈડ પર આટા ફેરા કરતાં પોલીસકર્મી કિશોરભાઈ અને તેની સાથે નોકરી કરતા જીઆરડી જવાન દેગામાં કમલેશ અને હાર્દીક ઉર્ફે લાલો બરાસરા અને અન્ય ત્રણ જીઆરડી જવાનો મળી પ્લાસ્ટિક ના પાઈપ વડે મેલડી માતાજીના મંદિર પાસે આશરે ૨૫ થી ૨૭ વર્ષના યુવાનને આડેધડ માર મારતા હતા અને મારે કેમિકલ સાઈટ પર તાત્કાલિક પહોચાડવાનું હોય હું ત્યાંથી આગળ નીકળી ગયો હતો અને બાદમાં બપોરના બે વાગ્યે અમે રસોડા પર જમવા જતા રહ્યા હતા જમીને આશરે સાડા ત્રણેક વાગ્યે હું મારા વાસણ ધોવા માટે ઓરડી પાછળ ગયો ત્યાં કિશોરભાઈ પોલીસ વાળા અને જીઆરડી જવાનો આડેધડ માર મારતા હતા એ યુવાન ત્યાં પડ્યો હતો અને મારી સાથે કામ કરતાં કૈલાશ મકવાણા નજીક જઈ જોતા આ અજાણ્યો યુવાન અત્યંત પીડાથી કણસતો હતો જેથી અમે અમારા સાઈટના એન્જીનીયર નરેશભાઈ ને વાત કરતા તેઓએ હેડક્વાર્ટરના ના આરએસઆઈ મુધવા ને ફોન કરવાનું કહેતા અમે તેઓને પણ ફોન થી જાણ કરેલ હતી અને બાદમાં મારી સાથે સાઈટ પર રહેલા હિરેન ભાનુશાલી એ ૧૦૮ માં ફોન કર્યો હતો પરંતુ ૧૦૮ને ફોન લાગતો ન હતો એ સમયગાળા દરમિયાન આ અજાણ્યો યુવાન કણસતો અચાનક બંધ થઈ ગયો હતો બાદમાં ૧૦૮ ને ફોન લાગતા ૧૦૮ની ટિમ ત્યાં આવી આ યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ સમય દરમિયાન પોલીસ પણ આવી જતા પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહ ને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં આ આ અજણયા યુવાનનું મોત નવા બની રહેલા હેડક્વાર્ટરની સુરક્ષા માટે મુકેલા પોલિસ કર્મી કિશોર અને તેની સાથે રહેલા જીઆરડી જવાન કમલેશ દેગામા,હિરેન ઉર્ફે લાલો બરસરા જ્યારે અન્ય ત્રણ અજાણ્યા જીઆરડી જવાનો જેને જોઈને ફરિયાદી સુપરવાઈઝર ઓળખે છે પરંતુ નામથી નથી ઓળખતો તે લોકોએ ભેગા થઈને અજાણ્યા યુવકને બેફામ માર મારતા નીપજ્યું હોવાનું જણાવ્યું છે જેમાં મોરબીના નવનિયુક્ત તાલુકા પીએસઆઇ એમ.વી.પટેલે સાઈટના સુપરવાઈઝર રાકેશ છોટાલાલ રાઠોડ ની ફરિયાદ પરથી પોલીસકર્મી અને જીઆરડી જવાન મળી કુલ છ ઈસમો વિરૂદ્ધ ગેરકાયદેસર મંડળી રચી હત્યા નિપજાવ્યા નો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે જો કે અજાણ્યો ઈસમ કોણ છે ? તે અહીંયા કાઈ રીતે આવ્યો ? તેને લાવવામાં આવ્યો હતો કે પછી અન્ય કોઈ અંગત સ્વાર્થ ખાતર તેને કોઈના કહેવાથી લાવવામાં આવ્યો હતો એ તમામ પ્રશ્નો અકબંધ છે જે આરોપીઓ પકડાઈ પછી જ બહાર આવશે હાલ પોલીસે મૃતક યુવાન ના પરિવાર ની ઓળખ મેળવવા માટેની અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે મોરબીમાં પોલીસ ની જેમ રોફ જમાવતા જીઆરડી જવાનો પણ બેલગામ બનતા જાય છે અને નાનાં વાહન ચાલકો ને સત્તાનો દુરુપયોગ કરી હેરાન કરવામાં આવ્યા હોવાના અનેક બનાવ સામે આવ્યા છે અત્યારે આ કિસ્સામાં પાંચ જીઆરડી જવાનો નો સાથ ન હોત તો કદાચ મૃતક યુવાન ની હત્યા સુધી વાત પહોંચી ન હોત તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.