ખાનગી શાળા સંચાલક એસોસીએશનની શિક્ષણ સચિવને રજૂઆત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધો.૧૧ અને ૧૨ સાયન્સ પ્રવાહની પરીક્ષામાંી એમસીકયુ પધ્ધતિને દૂર કરી નવી પરીક્ષા પધ્ધતિ અમલમાં મુકવામાં આવી રહી છે જેના પરિણામ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિર્દ્યાીઓને મુશ્કેલી તી હોય તો ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૦ ટકા એમસીકયુ અને ૫૦ ટકા વર્ણનાત્મક પેપરની સીસ્ટમ ચાલુ રાખવા રાજકોટની ખાનગી શાળા સંચાલક એસો. દ્વારા ગઈકાલે શિક્ષણ સચિવને રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતમાં ધો.૧૨ સાયન્સનું વાર્ષિક પરીક્ષાનું પરિરૂપ ૫૦ ટકા એમસીકયુ બેઈઝ અને ૫૦ ટકા વર્ણનાત્મક રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એનસીઈઆરટીના પુસ્તકો દાખલ કરવામાં આવ્યા છે તો વિર્દ્યાીઓના વાર્ષિક મુલ્યાંકન પણ સીબીએસઈની ગાઈડ લાઈન મુજબ વા જોઈએ. ૧૨ સાયન્સની પરીક્ષામાં વિર્દ્યાીઓની વાર્ષિક પરીક્ષાના મુલ્યાંકન ૮૦ ટકા બોર્ડની પરીક્ષા અને ૨૦ ટકા આંતરીક મુલ્યાંકન પર કરવામાં આવે અને પાસીંગ માર્ક ૩૩ ટકા રાખવામાં આવે તેમજ નીટની પરીક્ષામાં વેઈટેજ ૬૦ – ૪૦ના રેસીયા મુજબ જ હોવું જોઈએ તેવી માંગ કરાઈ છે.
ગઈકાલે ખાનગી શાળા સંચાલક એસો. દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા બોર્ડની કચેરી ખાતે પહોંચી ગયા હતા પણ શિક્ષણ મંત્રી મળી શકયા ન હતા એટલે રજૂઆત શિક્ષણ સચિવને કરવામાં આવી હતી.આ રજૂઆતમાં રાજકોટ ખાનગી શાળા સંચાલક એસો.ના પ્રમુખ અજયભાઈ પટેલ, જતીનભાઈ ભરાડ, ભરતભાઈ ગાજીપરા, અવધેશ કાનગડ, ડી.વી.મહેતા, પુષ્કર રાવલ અને ડી.કે.વાડોદરીયા સહિતના હાજર રહ્યાં હતા.