ભારત સામે થયેલા પરાજય બાદ ટીમ કોચ મીકી આર્થરે વ્યકત કરી તેમની વ્યથા
આત્મઘાતી એટલે શું ? પ્રશ્ર્ન એ થતો હશે કે આ તકે આત્મઘાતી વિશે શું કામ પુછવામાં આવે છે. જેનું કારણ છે કે હાલ ક્રિકેટને એક જેન્ટલમેન લોકોની રમત નહીં પરંતુ ધર્મ માનવામાં આવે છે. એક સમય ક્રિકેટ જેન્ટલમેન રમત તરીકે રમવામાં આવતી હતી ત્યારે આજે ક્રિકેટ રમત કલાયમેકસ ઉપર પહોંચી ગઈ છે. ભારતમાં રમતને રમત નહીં પરંતુ ધર્મ માનવામાં આવે છે અને ક્રિકેટ મેચમાં મળેલી જીતને ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે ત્યારે જયારે પાકિસ્તાન સામે ભારતનો મેચ હોય તો તે ક્ષણ જાણે યુદ્ધની ક્ષણ હોય તેવું લાગે છે. ૨૦૧૯નાં વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ ખુબ જ રોમાંચક રહ્યો હતો જેમાં ભારતે પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો.
વિશેષરૂપે જો વાત કરવામાં આવે તો ભારતે વિશ્વકપમાં પાકિસ્તાનને સતત સાતમી વખત પરાજય આપ્યો છે. ભારત સામે પરાજય મળતાં પાક.નાં ક્રિકેટપ્રેમીઓનો રોષ જાણે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું પણ લાગે છે ત્યારે પાકિસ્તાનનાં ક્રિકેટ રસિકોએ માનસિક સ્થિતિ ગુમાવી દીધી છે જેનાં કારણે ટીમનાં કોચ મીકી આર્થર તથા ટીમનાં ખેલાડીઓ ફફડે છે. જે રીતે બોબ વુલમરનું મૃત્યુનું રહસ્ય હજુ સુધી અકબંધ રહ્યું છે ત્યારે મીકી આર્થરે પણ ભારત સામે થયેલા પરાજય બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેઓને પણ આત્મહત્યા કરવાનું મન તે સમયે થયું હતું. હાલ ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટને જે રીતે ધર્મ સાથે જોડી અને ક્રિકેટ રમત માણે છે તેનાથી અનેકવિધ તકલીફોનો સામનો ક્રિકેટ ખેલાડીઓને પણ કરવો પડી રહ્યો છે. ભારત સામે મળેલા પરાજય બાદ પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે જેનાં કારણે પાકિસ્તાનનાં ક્રિકેટપ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ એક એવી રમત છે કે જેમાં હાર-જીત થતી હોય છે પરંતુ હવે જે રીતે ક્રિકેટની રમત ધર્મ તરીકે રમાય છે તેનાથી અનેકવિધ સમસ્યાઓ અને તકલીફો પણ ઉદભવિત થઈ છે જો ક્રિકેટને એક જેન્ટલમેન રમત તરીકે રમવામાં આવે તો ક્રિકેટનું સ્તર હજુ વિસ્તરી શકે.