કન્ઝયુમર પ્રોટેકશન બીલ, મોટર વ્હીકલ એમેડમેન્ટ બીલ સહિતનાં અનેક બીલો કરશે પાસ
કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા આજરોજ અડધા ડઝનથી વધુ બીલોને પાસ કરી લોકસભામાં રજુ કરશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર એનઆઈએ એકટ, અનલોફુલ એકટીવીટી એકટ, ક્નઝયુમર પ્રોટેકશન બીલ, મોટર વ્હીકલ એમેડમેન્ટ બીલ તથા રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એકટ સહિતનાં બીલોને કેબિનેટમાં આજે પાસ કરવામાં આવશે. સાથોસાથ વિદેશમાં રહેતા ભારતીયો માટે પ્રોકસી વોટીંગની પણ સુવિધા ઉભી કરાશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર એનઆઈએ એકટ અને અનલોફુલ એકટીવીટી એકટનો મુખ્ય હેતુ એ છે કે, કોઈપણ સુરક્ષા એજન્સી આંતકી પ્રવૃતિઓ ઉપર નજર રાખી ભારત અને ભારત બહાર પૂર્ણત: કાર્યવાહી કરી શકે તે માટે આ એકટ લાગુ કરવામાં આવશે. કાયદામાં ફેરબદલથી એનઆઈએ સુરક્ષા એજન્સી, સાયબર ક્રાઈમ અને હ્યુમન ટ્રાફિકીંગ જેવા ગુનાઓને પણ રોકી શકશે.
અનેકવિધ બીલોને લોકસભામાંથી પસાર કરવામાં આવ્યા છે પરંતુ તે તમામ બીલો રાજયસભામાં પસાર થઈ શકયા ન હતા અને આ તમામ બીલો પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યો હતો ત્યારે મોદી સરકારની બીજી ટર્મની કેબિનેટમાં આ તમામ બીલોને પાસ કરી સાંસદમાં રજુ કરશે. વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યા અનુસાર અમુકવિધ બિલોમાં કોઈ જ મહતમ ફેરફાર કરવામાં આવ્યા નથી અને જરૂર લગતા સુધારા-વધારા કરી સંસદમાં રજુ કરવામાં આવશે. સાથોસાથ સરકાર દ્વારા એ પણ નિર્ધાર કરવામાં આવી રહ્યો છે કે થોડા બિલોને રાજયસભામાં રજુ કરવામાં આવે જયાં હજી પણ એનડીએની બહુમતી જોવા મળતી નથી. ક્નઝયુમર પ્રોટેકશન બીલની જો વાત કરવામાં આવે તો ક્નઝયુમર પ્રોટેકશન બીલમાં એક પ્રવિધાન કરવામાં આવ્યું છે કે, તેમની એક એકઝીકયુટીવ એજન્સી હોવી જોઈએ જે ગ્રાહકોનાં હક, હિસ્સો અને તેની બાબતોને પ્રમોદ કરી શકે. આ સંસ્થાને સ્વાયત પાવર આપતા તેની તપાસ, રીફંડ અને દંડ ફટકારવાની પણ સતા આપવી જોઈએ.
જેમાં સીસીપીએ દ્વારા કોઈપણ જાતની ટ્રેડ પ્રેકટીસમાં ગેરરીતિ અપનાવવામાં આવતી હોય તો તેને ડામવા અને એવી જાહેરખબરો કે જે ખોટો સંદેશો પ્રસ્તુત કરે છે તેનાં પર યોગ્ય કાર્યવાહી કરવાનો પણ પાવર આપવામાં આવશે. મોટર વ્હીકલ એમેડમેન્ટ બીલમાં ટ્રાફિકનાં નિયમોને ભંગ કરનાર અને લાયસન્સની કાર્યવાહીને વધુ સરળ બનાવવા માટેનાં સુધારાઓ રજુ કરવામાં આવ્યા છે જેથી કહી શકાય કે, અડધા ડઝનથી પણ વધુ બીલોને આજરોજ કેબિનેટમાં મંજુર કરવામાં આવશે ત્યારબાદ જ તેને સંસદમાં રજુ કરાશે.