મહાત્મા ગાંધીજીને મારી નાખ્યા ન હોત તો તેઓ પવિત્રતામાં બિન હરીફ રહેત: ગંગાને વાચા ફૂટે તો આખો દેશ સ્તબ્ધ!
હા, આપણા દેશમાં પવિત્રતા અને અપવિત્રતા વચ્ચે ખૂનખાર સ્પર્ધાનો સમય આવ્યો છે.
કોઇ કોઇ સમયે આવી સ્પર્ધાની ઘડી આવે છે અરે, લડાઇની ઘડી પણ આવે છે.
માનવો વચ્ચે પણ આવી સ્પર્ધાની ઘડી આવે છે…
સુર અને અસુર વચ્ચે લડાઇઓ થયાની ઘટનાઓ આપણા પ્રાચીન અને પૌરાણિક ઇતિહાસમાં મોજૂદ છે. અને આજના વિશ્ર્વમાં પણ નિહાળી શકાય છે!
આપણી પૃથ્વી પર યુઘ્ધોની પરંપરા ચાલુ જ રહી છે.
મહાભારતનું યુઘ્ધ અને તેમાં સર્જાયેલો વિનાશ સહુ કોની જાણમાં છે.
એ પછી પાણીપતનું યુઘ્ધ પણ અત્યંત વિનાકશ બન્યું હતું.
બીજા વિશ્ર્વયુઘ્ધની ખાના ખરાબી પણ માનવજાત ભૂલી શકે તેમ નથી.
સત્તા, હકુમત અને ધાર્મિકતા અધાર્મિકતાના ઓઠાં હેઠળ એ યુઘ્ધો ખેલાયા હતા.
મનુષ્ય માત્રની ભીતરમાં સારાં અને નરસાં તત્વો વચ્ચે નિરંતર યુઘ્ધ ચાલે છે.
અહીં ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય અને હિંસા-અહિંસા વચ્ચે લડાઇઓ થતી રહી છે.
આપણા દેશમાં મહાત્મા ગાંધીજીએ અહિંસા ને હિંસા કરતા વધુ શકિતશાળી ગણી. અહિંસા માં હિંસાની વિનાશક શકિતને પરાજીત કરવાની પ્રચંડ શકિત છે. તે તમેણે સમજી લીધું. ભગવાનની શકિતની જેમ અહિંસાને પણ તેમણે અમોધ શકિત ગણી અને પૂરેપૂરી ભરોસાપાત્ર પણ ગણી…
આજે ગાંધી નથી રહ્યાં….
અત્યારે આપણા દેશમાં પ્રમાણિકતા અને અપ્રમાણિકતા વચ્ચે જબરી લડાઇ લડાય છે. પવિત્રતા અને અપવિત્રતા વચ્ચે જબરો સંઘર્ષ ચાલી રહ્યો છે.
સુખ માટે સહુ મથે છે.
સત્તા માટે સહુ મથે છે.
કહે છે કે સુખ તો અત્યંત સસ્તુ હોય છે.
નકલી સુખની જ આપણે મોટી કિંમત આપીએ છીએ.
આપણો દેશ કયા સુખની કિંમત ચુકવે છે, એવો સવાલ જાગ્યા વિના રહેતો નથી.
આપણા દેશવાસીઓ કયા સુખની લાલસામાં પ્રમાણિકતાને ઠોકરે મારીને અંધાધુંધ અપ્રમાણિકતા આચરે છે?
આપણા વૈદિક સંસ્કૃતિ અને યુગોના સંસ્કાર તો પ્રમાણિકતા-પવિત્રતાને જ માનવ જીવનની મુખ્ય મુડી ગણાવે છે.
આપણી સંસ્કૃતિ તો એટલે સુધી કહે છે કે દયા વગરનું હ્રદય, પાણી વગરની નદી, સ્નેહ વગરની આંખ, દીવેલ વગરનો દીવો અને સિઘ્ધાંત વગરનું જીવનએ બધુ મિથ્યા છે.
આપણા દેશના વર્તમાન રાજકીય રંગરાગની સમીક્ષા કરતા તો એવું જ લાગે છે કે આપણે મંદીરો, તીર્થસ્થાનો ઉત્સવો અને પ્રણાલિકાઓને પકડી તો રાખ્યા છે, પરંતુ એનાં ખરેખરા મુલ્યોને જતન કરવામાં નિષ્ફળ ગયા છીએ.
પ્રભુની બાબતમાં આપણે મનમાની કર્યા જ કરી છે. આપણે આપણા દોષને જોઇ જ શકતા નથી.
કહે છે કે જેની આંખો ફૂટી ગઇ છે એ અંધ નથી પણ જે પોતાના દોષોનો ઢાંકે છે એ અંધ છે!
પ્રભુના સ્વરુપો વિશે પણ આપણે એકમત નથી એક ચિંતકે કહ્યું છે કે, પ્રભુના બે રુપ છે.
એક મંદીરની અંદર છે. એનું અંગ અવનવા અલંકારો અલંકૃતને સુંદર શણગારે સુશોભીત છે. બીજું મંદીરની બહાર છે. શરીરની માવજત માટે જોઇતા જરુરી કપડાનો પણ એને કાળ છે, એના અંગ પરનાં વસ્ત્રોના ફાટયા તુટયા હાલ છે.
એક મંદિરની અંદર છે. એની પાછળ ન જાણે સોના ને ચાંદીના કેટલાય થાળ છે! બીજું મંદિરની બહાર છે, એક ફૂટી બદામ માટે એને ટળવળવું પડે છે.
માણસ માણસ શું કામ લડે છે? એ આજના ભારતનો મુખ્ય અને મહત્વનો કોયડો બન્યો છે.
એકલા ભારતનો જ નહિ પરંતુ આખી દુનિયાનો તથા સમુળી માનવજાતનો આ કોયડો છે.
આપણી પૃથ્વી ઉપર સંતોષના ઓડકાર આવે એવું અને સૌને એકસરખુ પ્રાપ્ય બને એવું ચિરંજીવ સુખ પ્રયોજવાની કોઇ ટકાઉ ગોઠવણ આપણે હજુ કરી શકયા નથી. અને આકાશમાં તારાઓનું વાવેતર કેમ થયું? સૂર્યમાળા અને અન્ય ગ્રહો પર બધું શું શું ચાલે છે? એ બધું આપણને શું કામનું છે. એ બધાના જો આપણે સ્વામી બનીએ તો? એવી બધી ભાંજગડમાં આપણી જાતને આપણે એટલે હદે પ્રવૃત રાખી છે કે આપણી પૃથ્વીને આપણા જ મનુષ્યોએ સામુહિક વિનાશ તરફ ધકેલ્યા કરી છે. કુદરતી સંપતિને મનુષ્યે નિર્લજ પણે લૂંટી છે અને પર્યાવરણનું તો નિકંદન કાઢી નાખ્યું છે.
આખી દુનિયા અસાધારણ સમસ્યાઓમાંથી પસાર થઇ રહી છે, ભારતનો એમાં સમાવેશ થાય છે.
સામાનય: જો અપ્રમાણિકતા બટકુ ભરે તો પ્રમાણિકતાને થોડું લોહી નીકળે પણ વિજેત તો પ્રમાણિકતાનો જ થાય, એ વેદવાકય છે પરંતુ આપણા દેશમાં અપ્રમાણિકતા એટલે હદે વકરી છે કે એણે બટકુ ભરી ભરીને પ્રમાણિકતાને હડકવું કુતરુ કરડવાથી જેમ હડકવા થાય તેમ હડકવાથી દુષિત કરવા માંડી છે. પ્રમાણિકતાના આધુનિકમાં આધુનિક ઇન્જેકશનો પણ અહીં બેઅસર થતા હોવાની બુમ ઉઠી છે.
અપ્રમાણિકતાએ માઝા મૂકી છે. ભ્રષ્ટાચારના ઘોડાપુરે રાષ્ટ્રના એકપણ ખુણાને ભ્રષ્ટાચારથી ખદબદયા વગરનો રહેવા દીધો નથી.
મુન્શી પ્રેમચંદજી વર્ષો પછી પોતાના વિરુપ થઇ ગયેલા વતનને નીરખીને ખિન્ન થયા હતાં. આજનો ગ્રામીણ લેખક પણ તેમણે બચપણ ગુંજાર્યુ હતું. એવા વાતની વિરુપતા નીરખીને પારાવાર ખિન્નતા અનુભવે છે.
એમનાહીબકાંભીના ભીતરના સવાલો ઉઠે છે કે, મારા બાળ સાથે એવા વિશાળ વડલા કયાં ? ઘેઘુર લીમડા કયાં? ઊંડી ચીલાવાટ કયાં જતી રહી? અને ઓલ્યો ઊડો કુવો પણ અદ્રશ્ય થયો છે, વતન જવાનું હવે ગમતું નથી… બધું જ ગુમાઇ કે લૂંટાઇ ગયું છે….
વતન સરખાં પોતાને ગામ જવા અંત:કરણ જીદ કરે છે. ત્યારે તે ગામની વાસ્તવિકતા એને કઇ રીતે રોકે છે. તેનું કણ ચિત્ર તેમણે
આ રીતે કાવ્યમાં આલેખ્યું છે.
બાની સાથે ગયું બાળપણ
ગામ જવાની હઠ છોડી દે
વસતિ વચ્ચે વિસ્તરણનું રણ
ગામ જવાની હઠ છોડી દે
પાદર રસ્તા નામ પૂછશે
ગામ જવાની હઠ છોડી દે
કોનું છે ભૈ કામ પૂછશે
ગામ જવાની હઠ છોડી દે
કોનું છે ભૈ કામ પૂછશે
ગામ જવાની હઠ છોડી દે
નથી નેળિયાં, સડકો થૈ ગૈ
ગામ જવાની હઠ છોડી દે
એક સીમ પણ ધોખો દૈ ગૈ
ગામ જવાની હઠ છોડી દે
છાશ રોટલા ગયા વસુકી
ગામ જવાની હઠ છોડી દે
માટીએ પણ માયા મૂકી
ગામ જવાની હઠ છોડ દે.
આપણા દેશના કેટકેટલા ગામડાઓ ગોકુળ મટીને કોણ જાણે કયાં ગુમાઇ ગયાં છે અને આજ આબરુની મોટપ સૌથી ન જડે એટલા લુંટાઇ ગયા છે!
વળી ગામડાં જ કુડા શાપથી ભરખાયા છે એવું નથી. શહેરો પણ ભારતીયતા અને સાંસ્કૃતિક અસલીખચ વગરના રુગ્ણ કે રુક્ષ બન્યાં છે.
રાજનેતાઓનું નિરંકુશ શાસન આ પરિસ્થિતિને માટે કારણભૂત છે. દેશ બરબાદ થઇ રહ્યો છે એની કોઇને પરવા નથી.
પ્રજા તંત્રમાં પ્રજાની કોઇનેય ચિંતા નથી. દેશને ભિન્ન વિછિન્ન કરી દેવાયો છે.
રાજગાદી અને મત માટે દેશનાં રાજકારણને એટલા હીન સ્તરે ધકેલી દેવાયું છે. ખુદ રાષ્ટ્રવાદ તથા સ્વતંત્રતા હોડમાં મુકાયા છે.
આર્યાવર્તનો ઝગમગાટ લુપ્ત થઇ ચૂકયો છે.
આર્યાવતૃને મૂર્તિમત કરનાર જીવંત બળ એટલે જ ધર્મ એટલે જ અંતરાત્માની પ્રેરણાથી પ્રગટતાં રાજધર્મને સાંકળતા મૂલ્યો. એટલે જતો આર્યાવંતનો યુગ અનન્ય હતો.
આ ઐતિહાસિક યુગના આરંભને ર૭૦૦ વષર્ર્ વીતી ગયા છે. ફારાહોનું ઇજીપ્ત, પેરીકીલસનું ગ્રીસ, દારાયસનું ઇરાન અને સીઝરનું રોમ આજે અસ્તિત્વમાં નથી. તેમના જીવન અને સંસ્કૃતિ સંશોધનના વિષય બની ગયાં છે. પણ ભારત તો કાળના પ્રવાહની સામે અડંગ ઊભું છે. મનુ, બુઘ્ધ, પાણિતિ, ભાસ અને કૌટિલ્યની અસર આજે પણ આપણા જીવન પર દેખાય છે. શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ પણ આપપને પ્રેરણાદાયક છે.
આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને ઉચિત રીતે જ કહ્યું હતું. આજે દેશ સામે ઉ૫સ્થિત થયેલી કટોકટીના મુળ આપણી અપૂર્ણતાઓમાં અને આપણામાંનો પ્રમાણિકતાના અભાવમાં રહેલા છે. દેશની મુશ્કેલીઓ માટેનો દોષ નિયતિને કોઇ દેશની આપી શકાય એમ નથી. એ આપણી જ અપૂર્ણતાનું પરીણામ છે. આ અપૂર્ણતાઓમાંથી કઇ રીતે ઊગરવું એ જ ખરો મંત્ર છે.. આજે એવો સમય આવી પહોચ્યો છે કે બધા જ અંગત હિત કરતા દેશના હિતને સૌ પ્રથમ મહતવ આપવું જોઇએ તો જ દેશ સામેની આ કટોકટીમાંથી આપણી ઊગરી શકીશું.
આપણે એ કબુલ કરવું જોઇએ કે આંતરીક રીતે નેતાગીરી જોઇએ તેવી દ્રઢ નથી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ સ્થિર નથી. અત્યારના સમયે ભારતની સ્થિરતામાં માનનારાઓએ પક્ષાપક્ષીથી પર બની સંગઠીત થવું જોઇએ અને આપણા રાષ્ટ્રવાદને નવપ્રાણીત કરવા જોઇએ.
દેશની સેવા માટે પ્રતિજ્ઞાબઘ્ધ થયેલા આપણા અત્યાર જેવા આપતિજનક સંજોગોમાં એકમાત્ર પક્ષ હોવો જોઇએ. રાષ્ટ્રીય પક્ષ, એક માત્ર ઘ્યેય હોવું જોઇએ. સૌથી પહેલો દેશ એ જ માત્ર મોક્ષનો માર્ગ છે.
મોક્ષનો માર્ગ અને તેની દિશા જાણી લઇએ અને એ જાણી લેવા માટે જે સંકટો આડે આવે છે તેને પુરેપુરા ઓળખી લઇને એ આપણી અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતારવાનો પહેલો પાઠ છે.
આપણા વર્તમાન શાસનમાં રહેતી વિકૃતિઓને દુર કરીએ, ભ્રષ્ટાચારના ઘોડાપુરન નાથીએ, આજની પરીસ્થિતિ સર્જનાર આપસ આપસની લડાઇઓનો અંત આણીએ અને ગાંધીજીએ અહિંસાની શકિત અમોધ છે. એવો જે ભરોસો રાખ્યો હતો એવો જ ભરોસો આપણે નકલી સુખોને માટે જ રાક્ષસી કિંમત ચુકવા આવયા છીએ. તેના ઉપર લગામ મુકવામાં રાખીએ તો હજુ આપણે બચી શકીએ એમ છીએ.
શહેરો અને ગામડાઓ, બધે જ એકસંપનું રણશીગુ અને દેશ સર્વોપરિ સવા અબજ લોકો એક જ તેના નીચે ને સભ્યો તો રાષ્ટ્રવાદ તથા રાષ્ટ્રીય સંસ્કૃતિના…
પક્ષાપક્ષી નહિ, ને અલગ અલગ પક્ષના સભ્યપદ પણ નહિ..
સૌનું ઇન્ડીયનાઇઝેશન…. સૌનું ભારતીયકરણ!
એક માતૃભૂમિ અને સૌ એના જ સંતાન…
પવિત્રતા- અપવિત્રતા વચ્ચે સ્પર્ધા ભલે થાય.,
ચાર ધામ નું અઘ્યક્ષ હશે એટલે અપવિત્રતા પવિત્રતાને પરાજીત નહિ કરી શક…. હરદ્વાર સ્પર્ધાસ્થળ હશે એટલે અપવિત્રતાને પરાજીત નહિ કરી શકે… હરદ્વાર સ્પર્ધા સ્થળ હશે એટલે અપવિત્રતા અર્થાત પાપ ગંગાના જળમાં ડૂબકી મારતાં જ પુણ્યમાં ફેરવાઇ જશે!
પછી સહુ એક.. અને સત્તાધીશો સહુ પ્રજાના સેવકો ! અને કળિયુગમાં સતયુગ!
એકે એક રાજકારણીઓએ નખશીખ બદલવું પડશે, જો નહિ બદલે તો પ્રજાએ કૈંકને સીધાદારે કરી દીધા છે. ઘર ભેયા કરી દીધા છે અને ભોંય ભેગા કરી દીધા છે.
ભારતને વિશ્ર્વગુરુ કરી દેવાની આ પૂર્વશરત લેખાશે!….
કોઇએ સાચું જ કહ્યું છે કે, અપવિત્રતા બટકું ભરે તો કદાચ પવિત્રતા બહુ બહુ તો થોડું લોહી નીકળે , પણ જીતે તો પવિત્રતા જ ! આપણો દેશનું રાજકીય ક્ષેત્ર પણ આમાંથી મુકત નથી!