રાજકોટના યુવાન ધ્યેય લલિતભાઈ બગડાઈની ઉમર માત્ર 18 વર્ષની છે પણ તેની બુદ્ધિક્ષમતા ખુબજ ખુબજ સારી છે.ઓટોમોબાઈલમાં ડિપ્લોમાંનું ભણતા યુવાનના પિતાને ભક્તિનગરમાં પાઈપની ફેક્ટરી છે.ત્યાં વેસ્ટેથયેલા પાઈપ જોઈ તેને સાયકલ બનાવાનો વિચાર આવ્યો.આ કામ તેણે 9માં ધોરણમાં વેકેશનમાં તેણેકામ શરુ કર્યું અને અથાક પ્રયત્ન કરી પોણા આઠ ફૂટની લાંબી સાયકલ બનાવી.આ લાંબી સાયકલને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું છે.
સાયકલની ખાસિયત જોઇએતો આગળ લાંબા પાઈપ હોવાથી સાયકલ ચલાવીએ ત્યારે હવા આગળ અને ઉપર જતી રહે છે.જેથી સાયકલની સ્પીડ બમણી થઈ જાય છે.સાયકલના વ્હીલમાં આયરન બાર્સ લગાવ્યા છે.
આ સાયકલ બનાવામાં 4 વર્ષ અને 1હજાર નો ખર્ચ થયો છે.