ભારતીય ક્રિકેટ બોર્ડે મીડિયા રીપોર્ટને પાયાવિહોણા કહ્યા છે જેમાં ક્રિકેટ સલાહકાર સમિતિએ ભારતીય ટીમના ચીફ કોચની પસદંગી માટે રૂપિયા માંગ્યા હોય. બોર્ડ પાસે આવી કોઈ માંગણી કરવામાં આવી નથી અને આ અહેવાલમાં કોઈ તથ્ય નથી. મીડિયા રિપોર્ટ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમિતિએ બોર્ડ સમક્ષ કોચની પસંદગી માટે તેઓને મહેનતાણું મળવું જોઈએ. જોકે ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિકયુટીવ ઓફિસર રાહુલ જોહરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આવો કોઈ દાવો કરવામાં આવ્યો નથી અને અખબારોમાં પ્રસિદ્ધ તથા સમાચારોમાં કોઈ સચ્ચાય નથી અને તે સંપૂર્ણપણે બેબુનિયાદ છે. વધુમાં તેને જણાવ્યું કે આ પૂર્વ મહાન ખેલાડીઓનું પ્રદાન ઓછુ આંકવા તેમજ તેને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યા છે. આ કમિટીની ભલામણો અને માર્ગદર્શન ભારતીય ક્રિકેટ માટે કિમતી છે. સીએસીની રચના બીસીસીઆઈના દિવગંત અધ્યક્ષ જગમોહન દાલમિયાએ કરી હતી.
Trending
- ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવની ખરીદી શરૂ
- Jamnagar : ખાતરની અછતના પગલે નાયબ ખેતી નિયામકે આપ્યું માર્ગદર્શન
- વાંકાનેર : બસોની સફાઈ માટે ઓટોમેટિક એ.ટી.એસ. મશીનનો પ્રારંભ
- રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા CM પટેલ
- અમદાવાદમાં મેફેડ્રોન અને હથિયારો સાથે કુખ્યાત ગુનેગારની ધરપકડ
- Jamnagar : જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગનું આઇઆઇટીવી બંધ હાલતમાં
- પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ, નિવૃત્તિ બાદ પણ દર મહિને મળશે 20,000 રૂપિયાનું પેન્શન
- પ્રોટીન પાઉડરની જરૂર નથી, આ ફળોનો પ્રત્યેક ટુકડો આપશે 4 ગ્રામ પ્રોટીન !