ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની ૨૬મી તારીખે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. અમેરિકી પ્રમુખના આમંત્રણથી નરેન્દ્ર મોદી ૨૫ અને 26 જુનના વોશિંગ્ટન ડીસીના પ્રવાસે જશે. નરેન્દ્ર મોદી પ્રથમ વખત જ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે.
ભારત અને અમેરિકાના હિતો માટે બન્ને નેતાઓ વચ્ચે વાતચીત થશે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. બન્ને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી પણ મજબુત બનાવશે. હજુ થોડા દિવસો પેહલા જ અમેરિકી રાષ્ટ્રીય સલાહકાર મેકમાસ્ટરે ભારતના મેજર ડિફેન્સ પાર્ટનર હોવાની ખાતરી કરી હતી. જો કે અમેરિકાએ તાજેતરમાં જ પેરિસ પર્યાવરણ સંધીથી અલગ થઇને ભારત અને ચીનની ખુબ જ ટીકા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ એચ1 બી વિઝા માટે નિયમો કડક બનાવતા સંબંધોમાં ખટાસ ઉભી કરી છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી આંતકવાદ જેવી ગંભીર સમસ્યાને લઈને પણ અમેરિકી પ્રમુખ સાથે ગોષ્ટી કરશે. આ અગાઉ મોદી અને ટ્રમ્પની ત્રણ વખત ટેલિફોનિક વાતચીત થઇ હતી. હવે જોવાનું એ છે કે મોદીની આ વખતની અમેરિકાની યાત્રા ૨૦૧૪ જેવી જ હશે કે કેમ?