પાણીની અંદર અને પાણી ઉપર તરીને ધ્યાન ધરી અનેક પ્રકારનાં આસન: કુદરતી આફતોમાં અનેક લોકોના જીવ બચાવ્યા
૨૧ જૂનના દિવસને વિશ્વભરમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.યોગ દિવસ નિમિતે અનેક પ્રકારના આસનો કરવામાં આવતા હોય છે.અને તેમા ખાસ કરીને ઘણા લોકો પાણીની અંદર અને પાણી પર તરતા યોગાસનો કરતા હોય છે.વિશ્વ યોગ દિવસે જામનગરની એક એવી પ્રતિભાની ઉડાનની વાત કરવી છે કે,જેમણે પાણીની અંદર હાથ-પગ બાંધીને કલાકો સુધી આસનો કર્યા છે.અને પાણીમાં ડુબતા અનેક લોકોની જીંદગી પણ બચાવી છે.જામનગરની આ પ્રતિભાએ ગીનીઝ બુક ઓફ વર્લ્ડમાં ન્યુ કેટેરગરી તરીકે સ્થાન મેળવી શહેરને ગૌરવ અપાવ્યું છે.
જામનગરમાં રહેતા દિપકભાઇ પન્નાલાલ જાનીએ બાળપણથી જ એક અનોખુ સ્વપ્ન ધારણ કર્યું હતું.દિપકભાઇ ૮ વર્ષની વયથી જ માધવપુર ઓશો આશ્રમે ધ્યાન શિબિરમાં નિયમિત જતા હતાં.દરમિયાન માધુપુર ઘેડના દરિયામાં તરવાની શરૂઆત કરી હતી.જે સમયે માધવપુરના દરિયામાં હાથ-પગ બાંધીને ૧૨-૧૨ કલાક સુધી પાણીમાં ઉંડે સુધી આસાનો કરતા હતાં.દિપકભાઇએ જામનગરના લાખોટા તળાવમાં પણ સતત ૫ કલાક પાણી ઉપર તરીને આસનો કર્યા છે.અને ભુકંપમાં અનેક લોકોને બચાવીકામગીરી અને ભંડોળ પણ એકઠુ કર્યું છે.આજે,દિપકભાઇએ અનેક એવોર્ડ પણ મેળવ્યા છે,અને ગીનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્ગાન મેળવ્યું છે.વિશ્વ યોગ દિવસ નિમિતે જામનગરને ગૌરવ અપાવનાર દિપકભાઇ જાનીની ઉડાનને અવશ્ય બિરદાવવી જોઇએ. ૨૧ જૂનના દિવસને વિશ્વભરમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.યોગ દિવસ નિમિતે અનેક પ્રકારના આસનો કરવામાં આવતા હોય છે.અને તેમા ખાસ કરીને ઘણા લોકો પાણીની અંદર અને પાણી પર તરતા યોગાસનો કરતા હોય છે.વિશ્વ યોગ દિવસે જામનગરની એક એવી પ્રતિભાની ઉડાનની વાત કરવી છે કે,જેમણે પાણીની અંદર હાથ-પગ બાંધીને કલાકો સુધી આસનો કર્યા છે.અને પાણીમાં ડુબતા અનેક લોકોની જીંદગી પણ બચાવી છે.જામનગરની આ પ્રતિભાએ ગીનીઝ બુક ઓફ વર્લ્ડમાં ન્યુ કેટેરગરી તરીકે સ્થાન મેળવી શહેરને ગૌરવ અપાવ્યું છે.
જામનગરમાં રહેતા દિપકભાઇ પન્નાલાલ જાનીએ બાળપણથી જ એક અનોખુ સ્વપ્ન ધારણ કર્યું હતું.દિપકભાઇ ૮ વર્ષની વયથી જ માધવપુર ઓશો આશ્રમે ધ્યાન શિબિરમાં નિયમિત જતા હતાં.દરમિયાન માધુપુર ઘેડના દરિયામાં તરવાની શરૂઆત કરી હતી.જે સમયે માધવપુરના દરિયામાં હાથ-પગ બાંધીને ૧૨-૧૨ કલાક સુધી પાણીમાં ઉંડે સુધી આસાનો કરતા હતાં.દિપકભાઇએ જામનગરના લાખોટા તળાવમાં પણ સતત ૫ કલાક પાણી ઉપર તરીને આસનો કર્યા છે.અને ભુકંપમાં અનેક લોકોને બચાવીકામગીરી અને ભંડોળ પણ એકઠુ કર્યું છે.આજે,દિપકભાઇએ અનેક એવોર્ડ પણ મેળવ્યા છે,અને ગીનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્ગાન મેળવ્યું છે.વિશ્વ યોગ દિવસ નિમિતે જામનગરને ગૌરવ અપાવનાર દિપકભાઇ જાનીની ઉડાનને અવશ્ય બિરદાવવી જોઇએ. પાણીની અંદર થતિ આ પ્રક્રિયાને યોગની પ્રક્રિયા નથી.બધા લોકોએ એ મનમાંથી કાઢી નાંખવું જોઇએ કે પાણીની અંદર થતિ આ પ્રક્રિયાને યોગાસન કહેવાય છે.આ એક માત્ર ધ્યાનની જ પ્રક્રિયા છે.અને જે સૌ કોઇ વ્યક્તિ આશાનીથી કરી શકે છે.આજના વિશ્વ યોગ દિવસ નિમિતે સૌને એજ સંદેશો આપવા માંગુ છુ કે,યોગ એ એક ધ્યાનની પ્રક્રિયા છે.દિપકભાઇ જાની, ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વજેતા
દિપકભાઇ જાની પાણીની અંદર અને પાણી પર તરીને ધ્યાન ધરી અનેક પ્રકારના આસનો કરે છે.જેમાં પાણીની અંદર ઉંડે પલોઠી વાળીને બેસી રહેવું,પાણીમાં બેન્ડ વળી જવું,પાણીની અંદર યોગાસનો વગેરે પ્રકારના આસનો કરે છે.અને પુર,ભુકંપ જેવી કુદરતી આફતોમાં અનેક લોકોના જીવો પણ બચાવે છે.