૨૦ મિનીટના બદલે માત્ર ૧૦ થી ૧૫ મિનીટ જ પાણી અપાતું હોવાની ફરિયાદ: મ્યુનિ.કમિશનરને લેખિતમાં રજૂઆત
મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાના મત વિસ્તાર એવા વોર્ડ નં.૧૫માં અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયી ધીમા ફોર્સી પાણી અપાતું હોવાની ફરિયાદ સો આજે લત્તાવાસીઓનું ટોળુ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યું હતું અને વિપક્ષી નેતાની આગેવાનીમાં મ્યુનિ.કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. અને ટોળાએ કોર્પોરેશન કચેરીમા માંટલા ફોડ્યા હતા.
વોર્ડ નં.૧૫માં ભગવતી સોસાયટી, લાખાજીરાજ સોસાયટી, કોડીયારપરા, સ્લમ કવાર્ટર, ગંજીવાડા અને નવા ોરાળા સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસી ધીમા ફોર્સી પાણી આવે છે.મહાપાલિકા દ્વારા દૈનિક ૨૦ મીનીટ પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ ઉકત તમામ વિસ્તારમાં ૧૦ ી ૧૫ મીનીટ જ પાણી વિતરણ કરવામાં આવે છે. આ વિસ્તારો ોડા ઉંચાણવાળા હોવાના કારણે અહીં ધીમુ અને ઓછા ફોર્સી પાણી આવતું હોવાની ફરિયાદ પણ લત્તાવસીઓએ કરી હતી અને સમસ્યાનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે