કેન્દ્ર સરકારે ગંગા બિલ-૨૦૧૭ ડ્રાફ્ટ કર્યુ: ગંગાની આસપાસના એક કિ.મી. વિસ્તારને વોટર સેવિંગ ઝોન જાહેર કરવા સુચન
ગંગાને દેશની પહેલી જીવિત નદી (Living entity) નો દરજ્જો મળ્યા પછી કેન્દ્ર સરકાર તેને નુકસાન પહોંચાડનારાઓ વિરુદ્ધ સજા અને દંડ લાગુ કરવાની તૈયારીમાં છે. કેન્દ્રની એક પેનલે નેશનલ રિવર (રિજુવિનેશન, પ્રોટેક્શન અને મેનેજમેન્ટ) ગંગા બિલ-૨૦૧૭ ડ્રાફ્ટ કર્યું છે. આ ડ્રાફ્ટ કાયદો બને તે પછી ગંગાને પ્રદૂષિત કરવા કે નુકસાન પહોંચાડવા માટે મહત્તમ ૭ વર્ષની કેદની સજા ઇ શકે છે. નદીનું પાણી અટકાવવા, નદીના કિનારા પર કબ્જો કરવા માટે પણ ભારે દંડ લાગુ કરવામાં આવશે. આ રકમ ૧૦૦ કરોડ રૂપિયા સુધીની હોઇ શકે છે.
કેન્દ્ર સરકાર એપ્રિલમાં વોટર રિસોર્સ મિનિસ્ટ્રીને ડ્રાફ્ટ મોકલી ચૂકી છે. જેી તેના પર બાકી નિષ્ણાતોના સૂચનો લઇ શકાય. મિનિસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું કે ડ્રાફ્ટ ફાઇનલ કરતા પહેલા કેન્દ્ર તેની ચર્ચા ઉત્તરાખંડ, યુપી, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની સરકારો સો કરશે. ગંગા આ રાજ્યોમાં ઇને વહે છે. જસ્ટિસ ગિધર માલવીયના સુપરવિઝનમાં ડ્રાફ્ટ તૈયાર યો છે. તેમાં ગંગાની આસપાસના એક કિલોમીટરના વિસ્તારને વોટર સેવિંગ ઝોન જાહેર કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. પેનલના એક એક્સપરટે જણાવ્યું, ગંગાની સફાઇ પર છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે છતાંપણ ઘણા વિસ્તારોમાં તેની હાલત ગટર જેવી છે. એટલે હવે જવાબદારી અને દંડ નક્કી કરવાની જરૂર છે.
ગંગા અવા સહાયક નદીઓમાં પથ્ર, રેતી અને માટીના ગેરકાયદેસર ખાણકામ માટે ૫ વર્ષની સજા, ૫૦ હજાર રૂપિયાનો દંડ અવા બંને ઇ શકે છે. દંડની રકમ ચૂકવવામાં મોડું વા પર સજા ૭ વર્ષ સુધી લંબાવવામાં પણ આવી શકે છે. ગેરકાયદેસર રીતે નદીઓનું પાણી અટકાવવા પર ૨ વર્ષની સજા અને દંડ, જેને ૧૦૦ કરોડ રૂપિયા સુધી વધારી શકાય છે. નદીઓના કિનારા પર ગેરકાયદેસર કબ્જો જમાવવા પર એક વર્ષની સજા અને ૫૦ કરોડ સુધીનો દંડ લાગુ ઇ શકે છે. ગંગા અવા તેની સહાયક નદીઓને પ્રદૂષિત કરવા માટે મહત્તમ એક વર્ષની સજા, ૫૦ હજારનો દંડ અવા બંને ઇ શકે છે. પંપ દ્વારા નદીઓનું પાણી કાઢવા પર મહત્તમ બે વર્ષની સજા, ૨ હજાર રૂપિયા સુધીનો દંડ અવા બંને ઇ શકે છે.
૨૦ માર્ચે ઉત્તરાખંડ હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ગંગા દેશની પહેલી જીવિત નદી (કશદશક્ષલ યક્ષશિંિું) છે અને તેને એ તમામ હકો મળવા જોઇએ જે કોઇ વ્યક્તિને મળે છે. હવે જો કોઇ ગંગાને પ્રદૂષિત કરે છે, તો તેના પર તે જ રીતે કાર્યવાહી કરવામાં આવશે, જે કોઇ વ્યક્તિને નુકસાન પહોંચાડવા પર કરવામાં આવે છે.તેના ોડાંક મહિના પછી મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે નર્મદા સેવાયાત્રા દરમિયાન નર્મદા નદીને પણ વ્યક્તિનો દરજ્જો આપવાનું એલાન કર્યું. તેમણે કહ્યું હતું કે આ માટે વિધાનસભાના આગામી સત્રમાં બિલ પાસ કરીશું.