કોંગ્રેસી ધારાસભ્ય રોશન બેગે લોકસભા ચૂંટણીમાં પાર્ટી વિરોધી પ્રચાર કર્યો હોવાની ફરિયાદ બાદ એઆઈસીસીનો આકરો નિર્ણય
લોકસભાની ચૂંટણીમાં ભારે રાજકીય રકાશનો સામનો કરનાર કોંગ્રેસ પક્ષમાં પ્રવર્તતીપક્ષ વિરોધી પ્રવૃત્તિના દુષણને આકરા હાથે ડામી દેવા શરૂ કરેલી કાર્યવાહીના ભાગરૂપે એઆઈસીસી એ કર્ણાટકના પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ધારાસભ્ય આર રોશનબેગને પાણીચું પકડાવી દીધું હતુ.
કર્ણાયક પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય આર રોશન બેગ સામે પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ શિક્ષાત્મક કાર્યવાહી માટે કરેલી માંગણીનો ગંભીરતાથી સ્વીકાર કરીને આ નિર્ણય કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં શિવાજીનગરનાં ધારાસભ્ય રોશનબેગે કથિત પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાની ફરિયાદો ઉઠી હતી કર્ણાટક કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ ગુડરાવે ચૂંટણી અંગેની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી લીધી હતી બેગ સામે મતદારોને અને ખાસ કરીને મુસ્લિમોને એનડીએ સરકાર પૂન: સત્તા પર આવી રહી છે. ત્યારે વૈચારીક સમજૂતીની અપીલ કરી હતી બેગ સામે પ્રદેશ કોઅંગ્રેસ સમિતિએ નોટીસ ઈસ્યુ કરી હતી બેગ સામે નાણાંકીય ભ્રષ્ટાચાર, અને આઈએનએ જવેલર્સો હજારો રોકાણકારોના રૂપીયા ડુબાડી દેવાનો આક્ષેપ છે. બેગ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ આકરી કાર્યવાહીથી સોપો પડી ગયો છે.