બે આઈસીયુ અને ટ્રોમા સેન્ટરની સુવિધા: રાહત દરે અપાશે સેવા
રાજકોટ સ્માર્ટ સીટી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે મેડીકલ ક્ષેત્રે અવનવા સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે રાજકોટનાં હાર્દસમા કોટેચા સર્કલ ખાતે સહયોગ હોસ્પિટલનો પ્રારંભ થયો છે. આ લોકાર્પણ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સહયોગ હોસ્પિટલનાં સંસ્થાપક ડો દિલીપ પટેલએ જણાવ્યુંં હતુ કે, રાજકોટની જનતાને સહયોગ હોસ્પિટલ ખૂબજ
સારી સેવા આપશે, વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, પોક્ષ વિસ્તારમાં સ્થપાયેલીહોસ્પિટલ ખૂબજ રાહત દરે લોકોની સેવા કરશે.
હોસ્પિટલ વિશે વધુ માહિતી આપતા ડો. દિલીપ પટેલએ જણાવ્યું હતુ કે બે આઈ.સી.યુની સાથે ટ્રોમા સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે. જેના કારણે સહયોગ હોસ્પિટલને મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે