છોટાભીમ, બાર્બીડોલ, પોકેમોન, ડોરેમોન, મીસ્ટર બીન સહિતના પાત્રોની કાર્ટુન પ્રીન્ટવાળા બાળકોમાં હોટફેવરીટ: ગત વર્ષ કરતા ભાવમાં પાંચ ટકાનો ઉછાળો
શહેરમાં ચોમાસાનું વહેલુ આગમન થઈ ગયું છે. લોકોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે વરસાદથી બચવા છત્રી અને રેઈનકોટ ખરીદવાની મૌસમ પણ ખીલી છે. શહેરના અનેક વિસ્તારોમાં દુકાન તેમજ ફૂટપાથ ઉપર છત્રી રેઈનકોર્ટનું વેચાણ વધતુ જાય છે. આ વર્ષે ભાવમાં પાંચ ટકાનો વધારો થયો છે. જયારે બાળકોના કાર્ટુન પ્રીન્ટવાળા છત્રી રેઈનકોર્ટ આકર્ષણ જમાવ્યું છે.
આ સંદર્ભે રમેશ એન્ડ બ્રધર્સના સેલ્સમેન જયેશ ખેતાણીએ જણાવ્યું હતુ કે, હાલ ગ્રાહકો ખરીદી કરવા આવે છે ત્યારે સૌ પ્રથમ તો બધી જ વેરાયટીઓ જુએ છે ત્યારબાદ એક નકકી કરે છે. અને પછી તેઓ એવું કહે છે કે હાલ આ એક બાજુ રાખો અમો બીજી દુકાનોમાં જોઈ લઈએ ત્યારબાદ ખરીદીશું ત્યારબાદ નવી વેરાયટી વિશે જણાવતા કહ્યું હતુ કે આજ વખતે વિનચીટર મટીરીયલ કે જેને સ્ટાંડર્ડ ગણી શકાય એવી વેરાયટી આવી છે જે પહેરવાથી પહેરનાર વ્યકિત ભીંજાતો નથી જ પરંતુ ઠંડીનો અહેસાસ પણ નથી થતો તથા આ વર્ષમાં બાળકો માટે કાર્ટુનની પ્રિન્ટ ધરાવતી છત્રી રેઈનકોટ આવ્યા છે.
જેમાં છોટાભીમ, બાર્બી ડોલ્સ, પોકીમોન, ડોરેમોન, મીસ્ટર બીન જેવી પ્રિન્ટો વાળી વેરાયટી આવી છે. જે બાળકો ખૂબજ પસંદ કરી રહ્યા છે. તે ઉપરાંત કિંમત વિશે પૂછતા તેમણે જણાવ્યું હતુ કે કોઈ મોટો તફાવત નથી આવ્યો ફકત ૫%નો વધારો છે છતા પણ ગ્રાહકોનું કહેવું એવું છે કે બહુ જ મોંઘુ છે!!!
ત્યારબાદ છત્રી રેઈનકોટની ખરીદી કરવા આવલે ભકિત દેશાણીએ જણાવ્યું હતુ કે અમો છત્રી રેઈનકોટની ખરીદી કરવા આવ્યા છીએ અમોને ગમતી વેરાયટીની ખરીદી કરી છે પરંતુ ભાવ વધારો ખૂબજ આવ્યો છે.
વસંત એન્ડ કંપનીના માલીક ધર્મેન્દ્ર શાહે જણાવ્યુંં હતુ કે ગ્રાહકો સારા પ્રમાણમાં આવી રહ્યા છે. તેમણે આઠ સળીયા અને સોળ સળીયા વાળી છત્રી વિશે જણાવતા કહ્યું હતુ કે આઠ સળીયાવાળી છત્રી એટલે નાનુ હેન્ડલ અને નાની છત્રી જે મુખ્યત્વે શહેરના લોકો વધુ પસંદ કરે જેનું કારણ એ છે કે છત્રી નાની હોય છે. જેથી જગ્યા ઓછી રોકે છે. અને સોળ સળીયા વાળી છત્રી એટલે મોટી છત્રી જે ગામડામાં વધારે પસંદ કરવામાં આવે છે જે વધારે મજબુત હોય છે.
આ વિશે ગીરીરાજ બેગ હાઉસના માલીક વિરેન પાવાગઢીએ જણાવ્યું હતુ કે અમો ૨૦ વર્ષથી છત્રી રેઈનકોટનો વેપાર કરીએ છીએ અને આ વર્ષમાં છત્રીમાં ૧૦ થી ૧૨ તથા રેઈનકોટમાં ૮ જેટલી નવી વેરાયટીઓ આવી છે. તેમણે જણાવ્યું હતુ કે કિમંતની વાત કરીએ તો ૨૦૦ ‚પીયાથી ૧૦૦૦ ‚પીયા સુધીના રેઈનકોટ વેચાઈ રહ્યા છે તેવી જ રીતે છત્રીમાં પણ ૮ થી ૧૦ નવી વેરાયટીઓ આવી છે જેમાં કાપડ તથા પ્રિન્ટમાં ફેરફાર જોવા મળે છે. તેમણે જણાવ્યું હ તુ કે હાલ વિશાળ માત્રામાં કેરી બેગ્સની રેન્જ પણ આવી રહી છે તે લોકો પસંદ કરી રહ્યા છે.