વિશ્ર્વ યોગ દિવસ નિમિતે રાજકોટની બહેનો માટે તજજ્ઞ ટ્રેનર દ્વારા આસન શીખવવામાં આવશે: આયોજકો ‘અબતક’ને આંગણે
યોગ દ્વારા બહેનોની તંદુરસ્તી સારી રહે તથા સ્વાસ્થ્ય નિરોગી રહે એવા આદર્શ ઉદેશ સાથે રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા બહેનો માટે નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં યોગ તજજ્ઞ ટ્રેનર નીશાબેન ભીમજીયાણી, રૂપાબેન બાવરીયા, તથા સેજલબેન કોટક તથા બહેનોને યાગેના પધ્ધતીસરના વિવિધ આસન બતાવી તમામ બહેનોને પણ પ્રેકટીકલ યોગ કરાવવામાં આવશે. જેનાથી દરરોજ તંદુરસ્તી કેમ જાળવી રાખવી તે શીખી શકાશે આ તકે રઘુવંશી મહિલા સમિતિએ અબતકની મુલાકાત લીધી.
આ કાર્યક્રમ અંગેના આમંત્રણને માન આપી પંતજલી યોગ સેન્ટર ચલાવતા તથા સૌરાષ્ટ્ર વિભાગના પ્રભારી તથા જીલ્લા અધ્યક્ષ નિશાબેન ઠુમર ખાસ હાજર રહેવાના છે.
આ શિબીરમાં યોગ શીખવા આવનાર લાભાર્થી બહેનોએ યોગ મેટ, નેપકીપ અને પાણીની બોટલ સાથે લઈને આવવાની રહેશે. તથા યોગમાં આવનાર બહેનો માટે વ્હાઈટ ડ્રેસ કોડ રાખવામા આવેલ છે. આ શિબીર 21 જૂને સાંજે 5 થી 7 દરમિયાન યોજાશે.
યોગ શિબિરમાં રાજકોટમાં વસતા કોઈપણ બહેનો આવી શકશે અને યોગ શિબીર પૂર્ણ થયા બાદ તમામ માટે પૌષ્ટીક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો તમામ બહેનોએ ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, રેડક્રોસ હોલ, કુંડલીકોલેજે ઉપસ્થિત રહેવા અનુરોધ છે.
યોગમાં જોડાવવા ઈચ્છતા હોય તે બહેનોએ પોતાના નામનું રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે 7016868829 સંપર્ક કરવો.
કાર્યક્રમની સફળતા માટે મનીષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, તરૂબેન ચંદારાણા, શીતલબેન બુધ્ધદેવ, પ્રીતીબેન પાંઉ, શોભનાબેન બાટવીયા, જાગૃતીબેન ખીમાણી, કિરણબેન કેસરીયા તથા દિવ્યાબેન સાયાણી બ્રિજલ ચંદારાણા સુનીતાબેન ભાયાણી, જહેમત ઉઠાવી રહ્યા છે.