300 થી વધુ વિઘામાં કેળાના વાવેતરને લાખોનું નુકશાન: સહાય આપવા જગતના ‘તાત’ની માંગ
ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના પાંચ થી છ ગામો માં વાયુ વાવાજોડાના કારણે કેળના વાવેતર માં મોટું નુંકશાન થવા પામ્યું છે પવન ની ત્રીવ ગતીના કારણે ખેડૂતોએ મહા મુલે પક્વાયેલા કેળનાં પાકનું આશરે 500 થી 700 વીઘામાં વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ વાયું વાવાજોડાના કહેરના કારણે 300 વીઘાથી પણ વધારે વીઘામાં નુકશાન જોવા મળી રહ્યું છે સરકાર આ ગ્રામ્ય પંથકના વિસ્તારમાં જોવા પણ નથી આવી ત્યારે ખેડૂતો એ સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે ત્યારે જોઈએ આ અબતકનો ખાસ અહેવાલ.
ખેડૂત જસમતભાઈ બારથી પૈસાનો જુગાડ કરી અને આ કેળના પાક ના ઉછરમાં પૈસા રોક્યા હતા પરંતુ હજુ પાક પાકે તે પહેલા જ કુદરતની કહેરથી ચાર વીઘા ઉભા પાક જમીન દોષ થઇ ગયો અને જસમતભાઈ ને હાલ દેવું પણ વધી ગયું છે ત્યારે જસમત ભાઈ હાલ સરકાર સમક્ષ ધા નાખી છે કે સરકાર કઈક મદદ કરે નહિ તો આ ખેડૂતને દવા પીવા નો વારો આવશે તેવું લાગી રહ્યું છે આવી જ હાલત જુના પાદરમાં રહેતા દિલુભા ગોહિલની છે દિલુભા એ પણ 9 વીઘામાં કેળનું વાવતેર કરેલું પરંતુ વાયુ વાવાજોડાની એવી તો અસર થઇ કે દીલુભાઈની વાડી માં રહેલ છ વીઘામાં કેળનો પાક જમીન દોષ થઇ ગયો છે ત્યારે સરકાર પાસે હાલ તો આ ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.
જેસરના પાચ ગામમા 300 થી વધુ વીઘામાં કેળના પાકને મોટું નુકશાન થયું છે લાખો રૂપિયાના નુકશાનને લઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જો કે ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતોની સામું જોવે અને આ કુદરતી આફતને લઇ કોઈ સહાય આપે તેવી માંગ જેસર પંથકના ખેડૂતો કરી રહ્યા છે.