ભારતીય ટીમમાં વિજય શંકરનું સ્થાન ખુબ જ મહત્વપૂર્ણ
વિશ્ર્વકપમાં ભારતે સતત ત્રીજી જીત હાંસલ કરી હતી અને આ ત્રીજી જીત પાકિસ્તાન સામે મળતા એક અલગ જ રોમાંચ જોવા મળ્યો હતો. મેચમાં જીત બદલ ટીમનાં રોહિત શર્મા, કુલદિપ યાદવ, હાર્દિક પંડયા અને એકસ ફેકટર વિજય શંકરનો સમાવેશ થયો છે. તામિલનાડુનાં ઓલ રાઉન્ડર વિજય શંકરે ભારતની જીતમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભુવનેશ્ર્વરકુમાર ઈજાગ્રસ્ત થતાં બાકી રહેતાં બોલ માટે અન્ય કોઈ બોલર નહીં પરંતુ તે ઓવર પુરી કરવા માટે વિજય શંકરને બોલાવવામાં આવ્યો હતો જેને પ્રથમ બોલમાં જ પાકિસ્તાનનાં બેટસમેનની વિકેટ ઝડપી પોતાનાં સ્થાનનું મહત્વ ઉભું કર્યું હતું. ત્યારે ભારતીય ટીમમાં વિજય શંકરનું મહત્વ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ તકે વિજય શંકરને જયારે પુછવામાં આવ્યું તેની બોલીંગ વિશે ત્યારે તે સમયે તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે તેની બોલીંગને લઈ સહેજ પણ આશ્ર્ચર્યચકિત નથી કારણકે તે નિયમિતપણે બોલીંગ તો કરે જ છે માત્ર તેણે ટીમમાં બોલીંગ કરવા માટેનું સ્થાન મળતું નથી. ઈતિહાસ પર જો નજર કરવામાં આવે તો જે સમયે વિજય શંકરને ટીમમાં સ્થાન આપવામાં આવેલું છે તે સમય દરમિયાન તેને પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ટીમને મજબુતી આપી છે. આ તકે વિજય શંકરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તે બેટીંગ તો સારી કરે જ છે પણ તેની બોલીંગ પણ એટલી જ સારી છે માત્ર જો તેને યોગ્ય સ્થાન મળે તો ભારતીય ટીમ માટે તે ખુબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ક્રિકેટ રમતમાં તમામ ક્ષેત્રે વિજય શંકર તેનું સારું પ્રદર્શન કરતા નજરે પડતો હોય છે તે એક ઓલ રાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન જે પ્રાપ્ત થયું છે તેને જોતાં લાગે છે કે તેની હરોળમાં એવો કોઈ અન્ય ખેલાડી છે કે કેમ ? ટીમ મેનેજમેન્ટ દ્વારા વિજય શંકરને ચોથા ક્રમ ઉપર બેટીંગ કરવા માટે નિર્ધારીત કરવામાં આવ્યો છે ત્યારે હવે વિજય શંકર પણ નંબર 6 અને 7 ઉપર બેટીંગ કરવામાં સહમતી દાખવી છે. કારણકે ટીમ મેનેજમેન્ટ હાર્દિક પંડયાને ઉપરનાં ઓર્ડર પર પ્રમોદ કરવાનું નકકી કરી રહ્યા છે.