કુલદિપ યાદવનાં બોલે સદીનાં સર્વશ્રેષ્ઠ બોલની યાદ અપાવી
ક્રિકેટનાં સ્પીનનાં બહેતાજ બાદશાહ શેન વોર્ન સ્પીનનો બાદશાહ માનવામાં આવે છે ત્યારે આજથી 26 વર્ષ પહેલાં શેન વોર્ને માઈક ગેટીંગને જે રીતે તેની સ્પીનનીં ફિરકીમાં સાંપડયો હતો તેવી જ એક ઘટના ભારત-પાકિસ્તાનનાં મેચમાં જોવા મળી હતી જેમાં કુલદિપ યાદવે બાબર આઝમને જે રીતે કલિન બોર્ડ કર્યો તે જોતાં 26 વર્ષ પહેલાનાં જે સદીનો સર્વશ્રેષ્ઠ બોલ માનવામાં આવે છે તેની યાદ તાજા કરાવી હતી પરંતુ આ કેસમાં કુલદિપ યાદવનો બોલ સ્પીન નહીં પરંતુ ડ્રિફટ થયો હતો જેથી કુલદિપ ડ્રીફટીંગનો શહેનશાહ માનવામાં આવી રહ્યો છે અને તેને પણ જે બોલ ફેંકયો તે યાદગાર બની રહ્યો છે. શેન વોર્ન તેની બોલીંગ કારકિર્દીમાં તે હરહંમેશ બોલને ફલાઈટ, ડ્રિફટ, ડિપ અને શાર્પ ટન આપવામાં માહેર હતો જેનાં બોલ બેટસમેનોને સમજવા ખુબ જ અઘરા હતા. એવી જ રીતે ભારત-પાક.નાં મેચમાં પણ જે રીતે કુલદિપ યાદવે બોલને ડ્રીફટ કરી બાબર આઝમની વિકેટ ઝડપી હતી ત્યારે એક અદભુત દ્રશ્ય ઉભું થયું હતું.
ક્રિકેટ વિશેષજ્ઞ દ્વારા કુલદિપ યાદવનાં બોલને જે રીતે મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે તે જોતાં લાગે છે કે તેનો બોલ શાર્પ કર્વ થઈ પાકિસ્તાનનાં રાઈટ હેન્ડેડ બેટસમેનને ડ્રીફટનાં કારણે વિકેટ આપવા માટે મજબુત કરાયો હતો. કુલદિપ યાદવનો બોલ 5.8 ડિગ્રી જેટલો ટર્ન થયો હતો જેનાં કારણે બાબર આઝમ પૂર્ણત: અજાણ થઈ તેને પોતાની વિકેટ આપી દીધી હતી. બાબર આઝમ કોઈપણ રીતે આ બોલની અપેક્ષા રાખી ન હતી. એવી જ રીતે પાકિસ્તાનનાં ત્રીજા ક્રમ પર ઉતરેલા બેટસમેનને પણ 2.96 ડિગ્રીનાં કર્વથી આઉટ કર્યો હતો પરંતુ આ સરખામણીમાં શેન વોર્નને 14 ડિગ્રીનો કર્વ અને ટર્ન જોવા મળ્યો હતો ત્યારે ડ્રીફટીંગનાં શહેનશાહ કુલદિપ યાદવે સદીનો સર્વશ્રેષ્ઠ બોલ ફેંકયો હતો અને શેન વોર્નનાં બોલની પણ યાદ અપાવી હતી.