શિયાળાની સિઝન શરૂ થતા વિદેશી પક્ષીના આગમન સાથે અભ્યારણ ફરી ખૂલ્લુ મુકવામાં આવશે
કચ્છનુ નાનુ રણ 4000 કિલોમિટરથી પણ વધુ વિસ્તારમા ફેલાયેલુ છે. જેમા હળવદ, ધ્રાગધ્રા, પાટડી, ઝીંઝુવાડા સહિતના ગામો રણકાંઠા વિસ્તાર તરીકે જાણીતા છે. અહિ વિશ્વના દુલઁભ જીવ એટલે કે ઘુડકરની સંખ્યા જોવા મળે છે. ઘુડખર પ્રાણી કચ્છના નાના રણ સિવાય અન્ય કોઇ વિસ્તારમા જોવા મળતા નથી ગત વષોઁમા ઘુડખર લુપ્ત થતી પ્રજાતીમા હોવાના લીધે સરકાર દ્વારા આ પ્રાણીને અભ્યારણ્ય અપાયુ છે. જેથી હાલના સમયમા અહિ ધીરે-ધીરે ઘુડખરની સંખ્યા વધતી નજરે પડે છે. આખા વષઁના શિયાળુ તથા ઉનાળાની સીઝનમા અહિ પયઁટકો માટે ઘુડખર પ્રાણીને નિહાળવા રણ વિસ્તાર ખુલ્લો મુકવામા આવે છે જેથી રાજ્ય બહાર તથા વિદેશના લોકો પણ આ દુલઁભ પ્રાણીની એક જલક માટે હજારો કિલોમીટર દુરથી આવે છે. ચોમાસાની સીઝન શરુ થતા જ ઘુડખર પ્રાણીના પ્રજનનની સીઝન હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા પયઁટકો પર રોક લગાવાય છે. જોકે દર વષેઁ 20 હજારથી પણ વધુ લોકો અહિ પયઁટકો તરીકે આવે છે જેની સરકારને લાખ્ખો રુપિયાની કમાણી થાય છે. સરકાર દ્વારા પણ ઘુડખરને નીહાળવા આવતા પયઁટકો પાસેથી થયેલી કમાણી ઘુડખર અભ્યારણ્યના વિકાસ માટે વાપરવામા આવે છે ગત વષેઁ અહિ બે હજારથી પણ વધુ વિદેશી પયઁટકો અહિ અભ્યારણ્યની મુલાકાતે આવ્યા હતા. જેમા સરકારને 35 લાખ રુપિયાની કમાણી થઇ હતી. ઘુડખર અતિ શરમાળ પ્રાણી હોવાના લીધે તેને લોકોની અવર-જવર રાઝ નથી આવતી જેના લીધે પ્રજનનના સમય દરમિયાન ફોરેસ્ટ વિભાગ દ્વારા ચોમાસાના ચાર મહિના બાદ ફરીથી શિયાળામા પયઁટકો માટે અભ્યારણ્ય ખુલ્લુ મુકવામા આવશે. ધ્રાગધ્રા ફોરેસ્ટ ડી.એફ.ઓ એસ.એસ.અસોડા દ્વારા જણાવાયુ હતુ કે અભ્યારણ્ય વિસ્તારમા છેલ્લી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 4500ની હતી જે વષોઁવષઁ વધતી જાય છે ત્યારે હાલ ઘુડખરના પ્રજનનની સિઝન શરુ થતા અભ્યારણ્ય પયઁટકો માટે બંધ કરાયુ છે ફરીથી શિયાળાની સિઝન શરુ થતા વિદેશી પક્ષિના આગમન સાથે અભ્યારણ્ય ખુલ્લુ મુકવામા આવશે.