દિલ્હીમાં ગુજરાતનાં સનદી અધિકારીઓનો દબદબો વધ્યો: સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી સચિન બાદ બનાસકાંઠાના એસપી પ્રદિપ સૈજુબ અને તેમના પત્ની પાટણ એસપી શોભા ભૂતડા દિલ્હી જશે
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી દિલ્હીમાં ગુજરાતનાં સનદી અધિકારીઓનો દબદબો વધ્યો છે. 2015ની મોદી સરકારમાં નવથી પણ વધુ ગુજરાત કેડરના આઈપીએસ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય એજન્સીમાં મહત્વના હોદા મળ્યા છે. હવે બીજી ટર્મમાં પણ આ સીલસીલો ચાલુ રહ્યો હોવાનું જણાય છે. કારણ કે, સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી રહેલા સચિન બાદશાહ તાજેતરમાં જ દિલ્હી ડેપ્યુટેશન પર ગયા છે. તો વધુ બે આઈપીએસ અધિકારી ટુંક સમયમાં જ ત્યાં જોડાવાના છે.
બનાસકાંઠાના એસપી પ્રદિપ સેજુલ, તેમની પત્ની પાટણ એસપી શોભા ભુતડા તૈયારી હાથ ધરી છે.
સરકાર ટુંક સમયમાં તેમને છૂટા કરે ત્યારે તેઓ પણ દિલ્હી ડેપ્યુટેશન પર છૂટા થશે આમ જિલ્લા ડીએસપી પ્રદિપ સેજુલ અને શોભા ભુતડા એક જ બેચના હોવાથી તેઓ ડીઆઈજી થઈ પરત ફરે તેવી શકયતા રહેલી છે. કેન્દ્રમાં સીનીયર આઈપીએસ અતુલ કરવાલ, રાકેશ અસ્થાના અને એ.કે.શર્મા પણ હાલ દિલ્હીમાં છે.
શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે પણ ડેપ્યુટેશન પર જવા માટે પ્રસ્તાવ મૂકયો હતો પરંતુ તેનો હજુ સુધી તે મામલે કોઈ નિર્ણય લેવાયો હોવાના સમાચાર નથી દિલ્હીમાં ગુજરાતનાં સનદી અધિકારીઓનો દબદબો વધ્યો છે.