આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે એક વર્ષના કાર્યકાળના લેખા-જોખા રજૂ કર્યા: ર્માં કાર્ડના મેગા કેમ્પ યોજવા બદલ મુખ્યમંત્રીએ પણ પીઠ થાબડી
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જયમીન ઠાકરે તા.18/06/2018 ના રોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. વર્ષ-2018 થી એક વર્ષના સમયગાળામાં તેઓશ્રીના સબળ નેતૃત્વમાં આરોગ્ય શાખાએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરેલ છે. આ સિદ્ધિઓનો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. શહેરના તમામ 18 વોર્ડમાં 21 આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સેવાઓ આપવામાં આવી. જેમાં વર્ષ દરમ્યાન 8,78,000 કરતા વધુ દર્દીઓને નિદાન તથા સારવાર, 4,12,000 કરતા વધુ લેબોરેટરી તપાસ, 1,64,000 કરતા વધુ દર્દીઓને સ્પેશ્યાલીસ્ટ ડોકટરની સેવાઓ, માતા તથા બાળકોને જુદી જુદી રસીકરણ સેવાઓ, એન્ટી રેબીસ વેક્સીનેશનનો 2,572 જેટલા દર્દીઓને લાભ આપવામાં આવ્યો. ક્વોલીફાઈડ લેબોરેટરી ટેકનીશીયન દ્વારા જુદી જુદી 17 જેટલી લેબોરેટરી તપાસ વિનામૂલ્યે કરવામાં આવે છે. વર્ષમાં 12 હજાર કરતા પણ વધુ રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવેલ છે.
વર્ષ દરમ્યાન મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માં વાત્સલ્ય કાર્ડના તથા માં યોજનાના 11,362 કરતા વધુ પરિવારોને કાર્ડ કાઢી આપવામાં આવ્યા. તેમજ કુલ રૂ. 5,49,50,00,000/-ની લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. માં વાત્સલ્ય યોજના અંતર્ગત આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરના નેતૃત્વમાં જુદા જુદા સમાજ (જૈન સમાજ, વણિક સમાજ, લોહાણા સમાજ, ભુદેવ સમાજ, બ્રાહ્મણ સમાજ, રાજપૂત સમાજ, દરજી સમાજ, પુજારા સમાજ, પ્રજાપતિ સમાજ, દાઉદી વોરા સમાજ, સોની સમાજ, ગુર્જર સુથાર સમાજ, મુસ્લિમ સમાજ વિગેરે સમાજના કુલ 34 જેટલા માં વાત્સલ્ય કેમ્પ પણ કરવામાં આવેલ જેમાં કુલ 4,250 જેટલા કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. તા.10/02/2019 ના રોજ મેગા કેમ્પમાં માં વાત્સલ્ય યોજનાના 7112 લાભાર્થી પરિવારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ. ગુજરાતનો સૌપ્રથમ આયુષ્માન ભારત કાર્ડના મેગા કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાથે સાથે મુખ્યમંત્રી અમૃતમ માં વાત્સલ્ય યોજના નો કેમ્પ પણ કરવામાં આવ્યો હતો. આ મેગા કેમ્પમાં આયુષ્માન કાર્ડ માટે 5808 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
ખોરાકજન્ય રોગઅટકાયત કામગીરીમાં આ માટે થઈને ફુડ વિભાગ દ્વારા ચાલુ વર્ષમાં કુલ 263 નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલેલ છે. જે પૈકી 234 નમુનાઓના પરિણામ આવેલ છે. જેમાં કુલ 31 નમુનાઓ નાપાસ જાહેર થયેલ છે. જેમાં 01 નમુનો અનસેફ જાહેર થતા, જવાબદારો સામે ફોજદારી કેસ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે તથા 30 નમુનાઓ સબ સ્ટાન્ડર્ડ તથા મીસબ્રાન્ડ જાહેર થતા દંડનીય કાર્યાવાહી હાથ ધરાયેલ છે. ચાલુ વર્ષ દરમ્યાન એજયુડીકેશનમાં 64-કેસ ચાલી જતા રૂા.26,19,000/- જેટલો દંડ કરવામાં આવેલ છે. તેમજ અન્ય કેસમાં કાર્યવાહી ચાલુ છે.
સરકારની વખતોવખતની સૂચના અનુસાર કવોલીટી સરવે માટેની વિવિધ ઝુંબેશ અંર્તગત જુદા-જુદા ખાદ્યપદાર્થોના કુલ-82 સર્વેલન્સના નમૂના લઈ તેનું રીપોર્ટીંગ કરવામાં આવેલ છે. તથા શહેરમાં દુધ તથા તેની બનાવટોના 66 જેટલા નમુનાઓ લઈ ચકાસણી કરાવેલ છે. રાજકોટમાં ખાદ્યચીજોના દરેક પ્રકારના ફૂડ બિઝનેશ ઓપરેટર્સ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-ર006 અન્વયેનું ફુડ લાયસન્સ / રજીસ્ટ્રેશન મેળવેતે માટેનુ જરૂરી માર્ગદર્શન આપી ચાલુ વર્ષ દરમ્યાન ફૂડ વિભાગ દ્વારા કુલ- 224 નવા ફુડ લાયસન્સ તથા 832 નવા ફુડ રજીસ્ટ્રેશન આપેલ છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત જુદા જુદા આરોગ્ય કેન્દ્રો દ્વારા જુદા જુદા સ્લમ વિસ્તારોમાં 32 આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 6,879 દર્દીઓને લાભ આપવામાં આવ્યો. મહાપાલિકા સંચાલીત બે મોબાઈલ ડિસ્પેન્સરી દ્વારા 55,416 લાભાર્થીઓને સારવાર આપવામાં આવ્યું હતું.
આરોગ્ય શાખા હેઠળ કાર્યરત જન્મ મરણ શાખા દ્વારા વર્ષ 2016 થી માં જન્મ અને મરણના પ્રમાણપત્રો ને અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષામાં અલગ અલગ આપવામાં આવતા હતા તે સંયુક્ત રીતે એકજ પેપરમાં પ્રીન્ટ કરી આપવાની શરૂઆત કરેલ છે. વર્ષ 2019 માં જન્મ નોંધણી માટેની કોમ્પ્યુટરાઇઝ્ડ એન્ટ્રીઓ જે અગાઉ વર્ષ 2000 બાદની જ ઉપલબ્ધ હતી તે વર્ષ 1950 બાદની એન્ટ્રીઓ અપડેટ કરી આપવામાં આવેલ છે. એટલે 50 વર્ષની એન્ટ્રીઓ હાલ અપડેટેડ છે.જન્મ મરણની કામગીરીને વોર્ડ ઓફીસ સુધી લઈ જવામાં આવી. મેરેજ સર્ટીફીકેટ ઓનલાઈન કરવા માટેની પ્રક્રિયા ચાલુ ગતિમાં છે. શહેરમાં ભળેલ ગ્રામ્ય વિસ્તારો જેમાં રૈયા, મવડી, નાનામવા, વાવડી અને કોઠારીયા ગ્રામપંચાયતની તમામ એન્ટ્રીઓ રાજકોટ શહેરના રેકર્ડ માં ભેળવી આપેલ છે. અને તમામ જન્મ અને મરણની નોંધો કોમ્ય્પ્યુટરાઇઝડ અપડેટ કરેલ છે.
આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરના નેતૃત્વમાં મીઝલ્સ રૂબેલા કેમ્પેઈનમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે (105 %) કામગીરી કરવા બદલ રાજ્ય સરકાર તરફથી એવોર્ડ આપવામાં આવેલ છે. આરોગ્ય ક્ષેત્રે ગુણવતાસભર સેવાઓ આપવા બદલ (1) સ્વ.ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર તથા (2) નાના મવા આરોગ્ય કેન્દ્રને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કાયાકલ્પ એવોર્ડ મળેલ છે. રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલ આઈએમ ટેક+ સોફ્ટવેરમાં ફેમીલી હેલ્થ સર્વેની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે તથા તમામ કોર્પોરેશનમાં પ્રથમ ક્રમે કામગીરી કરેલ છે.