11 લાખ 11 હજાર 111નો પુરસ્કાર તેમજ સ્મૃતિ ચિહન ભેટ આપી સન્માનિત કરાયા
હેમુ ગઢવી હોલ ખાતે શતાયુ સન્માન સમિતિ દ્વારા જાણીતા લેખક પત્રકાર વકતા નગીનદાસ સંઘવીનું કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પુરસોતમ રૂપાલા પૂ. મોરારીબાપુ, પત્રકાર અજય ઉમટ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં 100માં વર્ષમાં પ્રવેશને અનુલક્ષીને ભવ્ય સન્માન કરાયું હતુ.
આપ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય રાજય મંત્રી પુરસોતમ રૂપાલાએ નગીનદાસ સંઘવીને 100માં વર્ષમાં તંદુરસ્તી સાથે પત્રકારત્વનું કાર્ય કરવા બદલ તેઓ નિરોગી અને તંદુરસ્ત જીવન જીવે તેવી પ્રાર્થના સાથે અભિનંદન પાઠવ્યા હતા. નગીનદાસ સંઘવીને તલસ્પર્શિ, અભ્યાસુ પત્રકારત્વના પથદર્શક ગણાવી આવનારી પેઢીના પત્રકારો માટે આદર્શ ગણાવ્યા હતા. નગીનદાસ સંઘવીએ સમારંભમાં તેમની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતુ કે, મને મારી કારકીર્દીમાં લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. મારી આલોચના પણ કરી છે જેને કારણે હું ખૂબ શીખ્યો છું. ટોકયા વગર કોઈ સુધરતુ નથી અને હું સંપૂર્ણ તેવું તેમણે સ્પષ્ટ જણાવ્યુંં હતુ. શતયું સન્માન સમારંભમાં મહાનુભાવો દ્વારા નગીનદાસ સંઘવીનું મોમેન્ટો તેમજ રૂા.11 લાખ 11 હજાર 111નું પુરસ્કાર આપી સન્માન કરાયું હતુ. આ સાથે તેમના બે પુસ્તકો ‘નગીનદાસ સંઘવીની સોંસરી વાત અને ‘નગીનદાસ સંઘવીનું તડ ને ફડ’નું વિમોચન કરાયું હતુ. મેયર બીનાબેન આચાર્ય કુન્દનભાઈ વ્યાસ તેમજ મૌલિક કોટકે પ્રાસંગીક ઉદબોધન આપ્યું હતુ. સન્માન સમારંભમાં ભરતભાઈ ઘેલાણી, કૌશિકભાઈ મહેતા, જેન્તીભાઈ ચાંદ્રા, રાજુભાઈ ધ્રુવ, યોગેશ ચોલેરા તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમથી હું ખૂબ જ પ્રસન્નતા વ્યકત કરૂ છું: પૂ. મોરારીબાપુ
અબતક સાથેની વાતચીતમાં પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે પદ્મશ્રી નગીનદાસ સંઘવીનો સતાયું સન્માન સમારોહ મારી દ્રષ્ટીએ બીલકુલ સાત્વીક અને ગરીમા પૂર્ણ રહ્યો એ જે પ્રકારની વ્યકિત છે તે પ્રકારનો જ કાર્યકમ્ર આયોજકો એ અને કમીટીએ કર્યો છે અને જેની હું ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યકત કરૂ છું અને રાજકોટ માટે નગીનદાસએ એ પણ પોતાનો ભાવ વ્યકત કર્યો અને રાજકોટ અટલોબધો હેત કરે છે અને પ્રેક્ષકો માટે ખૂબ ખૂબ શુભકામના.
રાજકોટવાસીઓનો પ્રેમ એજ મારા જીવનનું ભાથુ: નગીનદાસ સંઘવી
અબતક સાથેની વાતચીતમાં પદ્મ શ્રી નગીનદાસ સંઘવીએ જણાવ્યું કે આપસૌ અને રાજકોટ વાસીઓના પ્રેમ છે. એ મારા જીવનનું સૌથી મોટુ ભાથુ છે અને ભગવાન મને લાંબી આયુષ્ય આપે.