વર્તમાન સમયમાં શારીરીક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવા માટે નયોગથ ખૂબજ જરૂરી છે. યોગ એક પ્રાચીન ભારતીય જીવન પધ્ધતિ છે. જેમાં શરીર, મન અને આત્માને એક સાથે લાવવાનું કામ થાય છે. યોગના માધ્યમથી શરીર, મન, એન મગજને સંપૂર્ણ રીતે સ્વસ્થ કરી શકાય છે. અને જયારે આ ત્રણેય સ્વસ્થ હશે ત્યારે આપણે સ્વયં સ્વસ્થતા મહેસુસ કરી શકીશું યોગદ્વારા માત્ર બિમારીઓનું નિદાન નથી થતુ પરંતુ ઘણી શારીરીક અને માનસિક તકલીફો પણ દૂર થઈ જાય છે. દરરોજ યોગ કરવાથી જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે.
તો વાચક મિત્રો યોગ વિષેની સંપૂર્ણ જાણકારી, કયા યોગ કયારે કરવા, યોગના પ્રકાર, કઈ ઉમેરે કયું આસન કરવું યોગના ફાયદા અને અમુક યોગ કરવાથી થતા નુકશાન અંગે પણ અમે તમને અમારી આ કોલમ નયોગ કરો સ્વસ્થ રહોથમાં જણાવીશું આ કોલેજમાં યોગ સાથે જોડાયેલી કેટલીક સંસ્થાઓ, સેન્ટર્સ અને વિવિધ કાર્યક્રમો અંગે પણ સતત માહિતી આપીશું સોમવારથી શરૂ થશે આપણી યોગયાત્રા…