લોકોના કામો થતા ન હોવાનો આક્ષેપ: બન્ને સુધરાઇ સભ્યોને મનાવવા મથામણ
ધ્રાગધ્રા વોડઁ નંબર 3ના બે સુધરાઇ સભ્યો દ્વારા એક સામટે રાજીનામુ ધરતા ધ્રાગધ્રા શહેરના રાજકારણમા ગરમાવો આવ્યો છે. જેમા સુત્રો પાસેથી જાણવા મળેલ વિગતો અનુશાર ધ્રાગધ્રા નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી ખાડે ગઇ હોવાનુ બુમો ઉઠવા પામી છે શહેરના રહિશો દ્વારા વારંવાર પાણી, રોડ-રસ્તા, લાઇટો સહિતની પ્રાથમિક જરુરીયાત પુણઁ નહિ થતા નગરપાલિકાનો ઘેરાવ કરે છે ત્યારે થોડા દિવસ અગાઉ જ ધ્રાગધ્રા શહેરના વોડઁ નંબર 5 તા 3ના રહિશો દ્વારા પાણી પ્રશ્ને નગરપાલિકામા હલ્લાબોલ કયુઁ હતુ. ત્યારે આજે સવારે ધ્રાગધ્રા વોડઁ નંબર 3ના ભાજપ સુધરાઇ સભ્ય મણીલાલ પ્રજાપતિ તથા જીતુભાઇ કપાસી દ્વારા લોકોના કામ નહિ થતા હોવાના આક્ષેપ સાથે રાજીનામુ ધયુઁ હતુ. વધુમા સુધરાઇ સ્યો દ્વારા જણાવાયુ હતુ કે ધ્રાગધ્રા નગરપાલિકામા ભાજપની બોડી છે છતા અંદરો-અંદર જુથવાદ પ્રવઁતિ રહ્યો છે. નગરપાલિકાના ચીફઓફીસર દ્વારા કાયમ ગેરહાજરીના લીધે લોકોના કામ થતા નથી જેથી વોડઁના રહિશો દ્વારા વોડઁનુ પ્રતિનીધીત્વ કરતા સુધરાઇસભ્યોના પાસે રહિશો કામની ઉઘરાણી કરતા હોય. નગરપાલિકાના ચીફોફીસરની સત ગેરહાજરીની જાણ નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોને જણાવ્યા છતા તેઓ દ્વારા આંતરીક જુથવાદના લીધે સુધરાઇસભ્યોની વાત પર ધ્યાન દેવાતુ નથી. ત્યારે રાજીનામુ ધરેલા બંન્ને સુધરાઇ સભ્યો દ્વારા ચીફઓફીસર તથા નગરપાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારો પર ગંભીર આક્ષેપ કયાઁ હતા. આ તરફ ધ્રાગધ્રા શહેરના વોડઁ નંબર 1ના સુધરાઇ સભ્ય કૌશીકભાઇ પટેલે અગાઉ રાજીનામુ ધરતા તત્કાલ તેઓનુ રાજીનામુ સ્વીકારી લેતા શહેર કોગ્રેસ દ્વારા પણ આ બંન્ને ભાજપના સુધરાઇ સભ્યોનુ રાજીનામુ સ્વીકારી લેવા માંગ કરી છે. બીજી તરફ કોગ્રેસ આઇ.ટી.સેલ પ્રમુખ દ્વારા પોતાની પ્રતિક્રિયામા ધારાસભ્ય પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે અગાઉ કોગ્રેસના ધારાસભ્ય પરશોતમ સાબરીયા હતા તે સમયે કોગ્રેસી સુધરાઇ સભ્યનુ રાજીનામુ પડ્યુ હતુ જ્યારે હાલ તેઓ ભાજપમા છે તો ભાજપના બે સુધરાઇ સભ્યોના રાજીનામા પડ્યા હોવાની વાત સામે આવી છે. આ તમામ બાબત વચ્ચે વોડઁ નંબર 3ના સુધરાઇ સભ્ય મણીલાલ પ્રજાપતિ તથા જીતુભાઇ કપાસીના રાજીનામા નગરપાલિકામા ઇનવઁડ થતા જ ભાજપના હોદ્દેદારો દોડતા થયા હતા અને તાત્કાલિક મીટીંગ યોજી બંન્ને સુધરાઇ સભ્યોને સમજાવવાની મથામણ શરુ કરી હતી ત્યારે હવે ખરેખર બંન્ને સુધરાઇ સભ્યોના રાજીનામા સ્વીકારાય છે ? કે પછી આ માત્ર નાટકના ભાગરુપે રાજીનામાની વાત ફેલાવાઇ હતી ? તે જોવુ રહ્યુ.