માત્ર નોન ઈમરજન્સી સેવાને હડતાલ લાગુ પડશે રાજકોટના 1500થી વધુ ડોકટરો હડતાલમાં જોડાશે
ઈન્ડિયન મેડિકલ એસોસીએશનની ગુજરાત બ્રાંચે ગઈકાલે જાહેરાત કરી હતી કે, આગામી 17મી જુનનાં સોમવારે ગુજરાતનાં તમામ ડોકટરો હડતાલ ઉપર ઉતરી જશે. આ હડતાલને રાષ્ટ્રીયકક્ષાનું એલાન આપવામાં આવ્યું છે. પશ્ર્ચિમ બંગાળનાં કોલકતામાં એક તબીબ ઉપર જીવલેણ હુમલો થયો તેનાં વિરોધમાં હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સોમવારે 6:00 વાગ્યાથી બીજા દિવસે સવારે 6:00 વાગ્યા સુધી એટલે કે 24 કલાક સુધી હડતાલ ચાલુ રહેશે. સાથો સાથ એક પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ હડતાલમાં ઈમરજન્સી સેવાને કોઈપણ અસર નહીં થાય માત્ર નોન ઈમરજન્સી સેવાને હડતાલ લાગુ પડે તે રીતને હડતાલ કરવામાં આવશે. સમગ્ર દેશભરમાં ઘણાખરા શહેરોમાં શુક્રવારે કોલકતાની ઘટનાનાં વિરોધમાં વિરોધ પ્રદર્શન રજુ કર્યું હતું અને આશ્રમ રોડ ખાતે રેલી કાઢવામાં આવી હતી.આઈઆઈએમ ગુજરાત બ્રાંચનાં સેક્રેટરી ડો.કમલેશ સૈનીએ જણાવ્યું હતું કે, 17મી જુને એસોસીએશન સાથે સંકળાયેલા 28,000 ડોકટરો હડતાલ પાડશે અને આ સંદર્ભે જાણ પણ કરવામાં આવી છે. અલબત હડતાલનાં કારણે ઈમરજન્સી તબીબી સેવાને કોઈપણ અસર નહીં થાય. એસોસીએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોલકતામાં હમણાં જ એનઆરએસ મેડિકલ કોલેજ ખાતે ડોકટર પરીબહા મુખર્જી ઉપર હુમલો કરાયો હતો જોકે ડોકટરની સ્થિતિ હાલ નાજુક છે. આ ઘટનાનાં વિરોધમાં અમદાવાદ ડોકટરોની મીટીંગ પણ યોજવામાં આવી હતી. ડોકટરોએ વડાપ્રધાન અને દેશનાં ગૃહમંત્રીને ઈ-મેઈલ કરીને ડોકટરો ઉપર થતાં હુમલા રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે કાયદો લાવવા માંગણી કરી છે. કાયદામાં હોસ્પિટલ હુમલા માટે ઓછામાં ઓછા 7 વર્ષની સજાની જોગવાઈ હોવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે. જે રીતે પોકસાનાં કાયદામાં જે-તે કેસમાં તુરંત જ ફરિયાદ નોંધાઈ છે.